સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ નું આયોજન

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવી રહેલ સેવા પખવાડિયા અંતર્ગત આજ 21 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તથા ડોક્ટર સેલના સથવારે શહેરમાં આવેલ 30 વોર્ડોમાં પ્રત્યેક વોર્ડમાં બે જગ્યાએ મળીને કુલ 60 જગ્યાએ મહિલાઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સુરત મહાનગરમાં કુલ 5,810 મહિલાઓમાં હિમોગ્લોબિન ચેકઅપ કરાયું હતું. આદરણીય મોદીજીના સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા ડોક્ટરો દ્વારા જે મહિલાઓમાં હિમોગ્લોબિન ની ઉણપ છે તેવી પ્રત્યેક મહિલાઓને જરૂરી દવાઓનું પણ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યો માં શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા મહામંત્રી શ્રી ઓ શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ઇટાલીયા મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી શીલાબેન તારપરા ડોક્ટર શેલના અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહ મહિડા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *