જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળા અન્વયે પૂર્વ આયોજન અંગેની બેઠક યોજાઈ

જિલ્લાના અનેક લાભાર્થીઓને અપાશે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ

મહેશ ડી સિઘવ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૨-૨૩ અન્વયે પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. રાજ્યભરમાં આગામી ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવે જિલ્લામાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓને વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ અપાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકનું સંચાલન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલે દરેક વિભાગ દ્વારા પોતાના વિભાગ હેઠળની વિવિધ યોજનાઓમાં વધુને વધુ લાભાર્થીઓને સાંકળી લઇ ગરીબ કલ્યાણ મેળા અન્વયે અત્યારથી જ આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *