બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ

લિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહને એસટીએફએ દબોચી લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી તે ફરાર હતો. મળતી માહિતી માહિતી મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે આજે સવારે બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ કરી લીધી.

આ અગાઉ બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહ પર જાહેર કરેલા ઈનામની રકમને યુપી પોલીસે વધારી દીધી હતી. અત્યાર સુધીમાં ૮ આરોપીઓ અને લગભગ ૨૫ અજ્ઞાત આરોપીમાંથી ફક્ત ૭ જણ પકડાયા છે. પોલીસના જણાવ્યાં મુજબ પકડાયેલા આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે. આરોપીઓની શોધમાં પોલીસની ૧૦ ટીમો કામે લાગી હતી.

ધિરેન્દ્ર સિંહ અગાઉ ફક્ત બે નામજદ આરોપીઓ દેવેન્દ્ર પ્રતાપ સિંહ અને નરેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ થઈ હતી. આ બંને મુખ્ય આરોપીઓ ધિરેન્દ્ર પ્રતાપ સિંહના ભાઈ છે. કહેવાય છે કે આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ સેનાનો રિટાયર્ડ જવાન છે. તે ભૂતપૂર્વ સૈનિક સંગઠનની બેરિયા તહસીલ શાખાનો અધ્યક્ષ પણ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *