
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને (૧) આજરોજ શ્રી,એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી તથા પેરોલ- ફર્લો સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પો.ઈ. શ્રી,એન.જી.પાંચાણી તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ બ.નં.૩૭૩ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યમાથી એક સફેદ કલરની ઇકો કાર નં.MH-39-AB-2970 નીમાં ઉચ્છલ કટાસવાણ ગામ આવવાના રસ્તા ઉપરથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે” જે બાતમી આધારે ઉચ્છલ કટાસવાણ ગામના પરસાળી ફળીયામા આવેલ રસ્તા ઉપર અલગ અલગ ટીમ બનાવી વોચમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકતવાળી સફેદ કલરની ઇકો કાર નં. MH-39-AB-2970 ની આવતા તેને આપ સાહેબે સાથેના પોલીસ માણસો મારફતે રોકાવી રોડની સાઇડમાં લેવડાવેલ ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી-(૧) મોતીરામ બાજ્યા માવચી ઉ.વ.૫૩રહે. બેડકીપાડા પોસ્ટ ખેખડા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાનો પોતાના કબજાની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર નં. MH-39-AB-2970 જેની આશરે કિં.રૂ.૧,૫૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશદારૂ સીલબંધ કુલ બોટલો/ટીન બીયર નંગ-૩૩૮ જેની કુલ કિં. રૂ.૨૭,૧૫૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં. રૂ.૫૦૦/- તથા આર.સી.બુકની નકલ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૭૭,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ-૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.કામગીરી કરનાર ટીમશ્રી,એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ.જગદીશભાઇ જોરારામ બ.નં.૩૮૮ અ.હે.કો.જયેશભાઈ લીલકીયાભાઇ બ.નં.૬૫૪, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહબ.નં.૭૧૬, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઈ બ.નં.૩૭૩, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.૯૦૭, તેમજપેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી સ્ટાફના અ.હે.કો.બીપીનભાઈ રમેશભાઈ બ.નં.૬૫૫, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇબ.નં.૭૧૪, અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦ નાઓએ કામગીરી કરેલ છે.