હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનારા સાવધાન… વિજ્ઞાન જાથા

માતાજી કે માનતાના નામે પશુબલી કરવી ગુન્હાને પાત્ર… જાથા

માતાજી કે માનતાના નામે પશુબલી કરવી ગુન્હાને પાત્ર… જાથા
– પશુબલીને અનુમોદન કરતો સરકારી પરિપત્ર અમલમાં નથી.
– ભુવા–ભોપા, તાંત્રિક અને માનતા રાખનાર સામે કાર્યવાહી થઈ શકે છે.
– ચોક્કસ જ્ઞાતિ માટે સરકારે પરિપત્ર કર્યો છે તે વાત ખોટી છે.
– પશુબલી અટકાવવામાં સરકારી તંત્ર જાથાને ૩૦ વર્ષથી મદદ કરે છે.
– વિશ્વમાં પશુ–પક્ષીની સંભાળ રાખવામાં જૈન સમાજ મોખરે… જયંત પંડયા.
– પશુબલીની માહિતીની ખરાઈ પછી જાથા તુરંત કાર્યવાહી કરે છે.
– પશુબલી અટકાવવામાં સમાજ સુધારકો, જીવદયા પ્નેમીઓ માહિતી આપે.
– વિજ્ઞાન જાથાએ રાજયમાં જિલ્લાવાર સમિતિ બનાવી.

અમદાવાદ : પૃથ્વી ઉપર પશુ–પંખી, માનવ સહિત જીવમાત્રને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અધિકાર કુદરત–પ્નાકૃતિક નિયમ અનુસાર આપ્યો છે. ભારતમાં સદીઓથી અમુક ધાર્મિક સ્થાનો, માતાજી કે માનતાના નામે, માન્યતા, રિવાજ કે ધાર્મિક શાસ્ત્રના પ્નમાણ આધારે ર૧ મી સદીમાં પક્ષી–પશુબલીની પ્નથા જોવા મળે છે. પશુ–પક્ષીની બલી ચડાવવી કાયદા અનુસાર ગુન્હાને પાત્ર છે. હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનારા સામે ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલશે તેવી ચેતવણી આપવામાં આવી છે. પશુબલી કિસ્સામાં માનતા રાખનાર, તેના સમર્થકો, ભુવા–ભોપા કે તાંત્રિક સામે ગુન્હો દાખલ કરવા જાથા કટિબદ્ધ છે. રાજયમાં પશુબલી અટકાવવા જિલ્લાવાર કાર્યવાહક સમિતિ બનાવવામાં આવી છે. રાજયમાં ચોક્કસ જ્ઞાતિને પશુબલી કરવા સંબંધી સરકારી કોઈપણ પરિપત્ર અમલમાં નથી તેથી ગુમરાહ થવું નહિ તેવી અપીલ કરવામાં આવે છે.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે નવરાત્રિના આસો મહિનાની બીજ, આઠમ, નોમ, દશેરા અને અમુક તિથિમાં માનતાના નામે પશુબલીનો રિવાજ પ્નદેશ અનુસાર જોવા મળે છે. તે માનસિક પછાતપણાની નિશાની છે. ભારતમાં પશુબલી સંબંધી અનેક કાયદા અમલમાં છે. કડક જોગવાઈ બનાવવામાં આવી છે. અબોલ પશુ માટેના વાહનો, પશુ ઉપર ત્રાસ ગુજારવો, વિધિ–વિધાન કરવા, માનતા રાખવી, ભુવા–તાંત્રિક ટેક–માનતા રખાવે, જાહેરમાં અમાનુષી હત્યા કરવી, તેના સાધનો, સમર્થકો સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે તેવો કાયદાકીય મત છે. સાથે કાયદાની કલમો છે. નિર્દોષ પશુની માનતાના નામે હત્યા કરવી તે અમાનવીય કૃત્ય છે. હવનાષ્ટમી, દશેરા કે અમુક તિથિમાં પશુબલી સંબંધી જાણકારી આપવા જાથા જનસમાજ, જાગૃતોને અપીલ કરે છે. રાજયમાં છેલ્લા ત્રીસ વર્ષથી સરકારી તંત્ર પશુબલી અટકાવવામાં જાથાને મદદ કરે છે. વિશ્વમાં અન્ય જ્ઞાતિઓ કરતાં પશુ–પક્ષીની સાર–સંભાળ, મુંગા પશુઓ તરફ દયાભાવના, દાનમાં જૈન સમાજ મોખરાનું અગે્રસર સ્થાન ધરાવે છે તે ગૌરવની વાત છે.વિશેષમાં એડવોકેટ પંડયા જણાવે છે જે જે જ્ઞાતિમાં પશુબલીનો રિવાજ અમલમાં તે સમાજના જાગૃતો પ્નથા અટકાવવામાં આગળ આવી પ્નયાસ કરી, આમુલ પરિવર્તન કરે તે જરૂરી છે. પશુબલી અટકાવવા જાથા કટિબદ્ધ છે. પશુબલીની માહિતીની ખરાઈ પછી જ જાથા સરકારી તંત્રની મદદ લઈ કાયદાકીય કાર્યવાહી કરે છે. માહિતી આપનારનું નામ મહદ અંશે ગુપ્ત રાખવામાં આવે છે. રાજયમાં વર્તમાન બે–ત્રણ જ્ઞાતિમાં જ રીવાજ છે. મોટાભાગે આ રિવાજને તિલાંજલિ આપી મીઠો પ્નસાદ કરવામાં આવે છે. સમાજના જાગૃતો જાથાના પ્નયાસને મદદ કરે તેવી અપીલ છે. રાજયમાં પશુબલીના અંધશ્રદ્ધાળુઓ પરિપત્ર સંબંધી સોગંદનામા બનાવી પોતાની પાસે રાખે છે. વાસ્તવમાં આ સોગંદનામું ગેરકાનુની છે. તેનું લખાણ પણ કાયદામાં અસ્તિત્વ ધરાવતું નથી. અમુક લેભાગુઓએ ગેરસમજ ફેલાવી રૂપિયા બનાવી લીધાનું જાથાની જાણમાં આવેલ છે.વધુમાં જયંત પંડયા જણાવે છે દેશમાં પશુબલી સંબંધી કોઈપણ ઘટનાને જાથા વખોડે છે. રાજયમાં જાથાના પ્નયાસના કારણે પશુબલીની ઘટના ઓછી થઈ છે. જેમાં જ્ઞાતિસમાજના આગેવાનો, સમાજસુધારકો, યુવાવર્ગનો ફાળો મોટો છે. માતાજી કદી પણ નિર્દોષ પશુની હત્યામાં રાજી હોતા નથી. અમુક ભુવા પોતાના અસ્તિત્વ, લાભ માટે પશુબલી કરાવે છે જે તે સમાજે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. ન્યાયતંત્ર, હાઈકોર્ટ, સુપ્નિમ કોર્ટ પશુબલી કિસ્સામાં કડક વલણ અપનાવે છે તે નજરે જોઈએ છીએ. તેથી બદલાવ લાવવા જાથા અનુરોધ કરે છે.રાજયના તમામ જિલ્લામાં સમિતિ બનાવી છે જે તે વિસ્તારમાં પશુબલીની ઘટના જોવા મળે કે તુરંત માહિતી પોલીસ તંત્ર, જીવદયા પ્નેમી, જાથાને કરવી. દ્વેષભાવથી કે ખોટી રીતે હેરાન કરવા, અંદરોઅંદરના ઝઘડામાં માહિતી આપી જાથાનો ઉપયોગ ન કરવા વિનંતી કરવામાં આવે છે.
આ સમિતિ હવનાષ્ટમી, દશેરામાં કામગીરી કરશે. જાથાની કદી પણ ધાર્મિક લાગણી દુભાવતું નથી. ધાર્મિક ક્રિયાકાંડ વખતે દખલ કરતું નથી. સૌને માનવાનો અધિકાર છે. જાથાના કોઈપણ કાર્યકર્તાને અધિકાર આપ્યો નથી. જાથાના નામે આવે તો ખરાઈ કરવી જરૂરી છે.અંતમાં પશુબલીની માહિતીની ખરાઈ પછી જાથા સરકારી તંત્રની મદદ લઈ કાયદાકીય કાર્યવાહી કરશે. માનતાના નામે 
પશુબલીની માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ તથા ૯૦૮૧૮ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *