નવરાત્રિ મહોત્સવમાં મર્યાદા સાથે નારી જગતનું ગૌરવ જાળવીએ… જયંત પંડયા


રાજકોટમાં જીવનનગર પ્નાચીન ગરબી મહોત્સવનું ઉદ્દઘાટન મહિલા મંડળે કર્યું
– જીવનનગરમાં ૪ર મા વષ્ર્ો ગરબીનો દબદબા સાથે પ્નારંભ થયો.
– વર્ષોથી ગરબીમાં ધાર્મિક ક્રિયાકાંડો, મુર્હુંત, ચોઘડીયા, હોમ–હવનને તિલાંજલિ.
– સામાજિક એકતાનું પ્નતિક જીવનનગર ગરબી મંડળ. હિન્દુ–મુસ્લ્મિ બાળા રમે છે.
– ઓકટોબરના પ્નારંભે પૂર્વ મુખ્યમંત્રી સહિત હોદ્દેદારો હાજરી આપશે.

અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા વષ્ર્ો નવરાત્રિ મહોત્સવનો દબદબાપૂર્વક પ્નારંભ થયો હતો. મહિલા મંડળે મહોત્સવને ખુલ્લું મુકી રાસ–ગરબાનો પ્નારંભ કરાવ્યો હતો. આ ગરબીમાં વર્ષોથી હિન્દુ–મુસ્લિમ બાળાઓ ભાગ લઈ સામાજિક એકતાનું પ્નતિક સમાન સાબિત થયું છે.
મહોત્સવનો પ્નારંભ મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, નેહાબેન મહેતા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ સામુહિક રીતે રીબીન કાપી મહોત્સવને ખુલ્લું મુકયું હતું. બાદ રાસ–ગરબાની રમઝટ વચ્ચે લોકો, રહીશોએ આનંદ માણ્યો હતો. પરિવારો માટે માનીતું ગરબી મંડળ છે. રહીશોની એકતા બેનમુન છે. બાળાઓના કૌશલ્યથી સૌ કોઈ પ્નભાવિત થાય છે.
સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ લ્હાણી વિતરણ કરતાં જણાવ્યું કે પ્નાચીન ગરબીનો હેતુ જળવાય તેવી કાળજી રાખવામાં આવે છે. આ ગરબીમાં વર્ષોથી ધાર્મિક વિધિ–વિધાન, હોમ–હવન, ચોઘડીયા, મુર્હુંતને તિલાંજલિ આપવામાં આવી છે. ધૂણવા ઉપર વર્ષોથી પાબંદી છે. શોર–બકોરને કોઈ સ્થાન નથી. સામાજિક–કોમી એકતાના પ્નતિક સમાન ગરબીમાં સૌ કોઈ ભાગ લઈ શકે છે.વધુમાં પંડયાએ જણાવ્યું કે નવરાત્રિ મહોત્સવમાં નારી જગત, બાળાઓ મહિલાઓનું ગૌરવ જળવાય, મર્યાદા, કલા, સંસ્કૃતિ, કૌશલ્યને પ્નાધાન્ય આપવામાં આવે છે. અવિરત ૪ર મા વષ્ર્ો ધમાકેદાર પ્નારંભે સૌ કોઈએ હર્ષની લાગણી અનુભવી હતી. રાજકોટમાં રૈયા રોડ મહાદેવધામ આસ્થાનું કેન્દ્ર છે.
ઓકટોબરના પ્નારંભે ગરબી મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, મહામંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવકો અશ્વિનભાઈ ભોરણીયા, નીતાબેન વઘાસીયા, નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, વોર્ડના પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, હરેશભાઈ કાનાણી હાજરી આપી બાળાઓને લ્હાણી વિતરણ કરશે.સમિતિના ઉપપ્નમુખ મુકેશભાઈ પોપટ, કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, નવીનભાઈ પુરોહિત, પંકજભાઈ મહેતા જહેમત ઉઠાવે છે. આગામી બેડા, દિવડા, ખંજરી, ટીપ્પણી બેનમુન રાસ–ગરબા નિહાળવા કલારસિકોને અનુરોધ કરવામાં આવે છે.રાજકોટ જીવનનગરમાં ૪ર વષ્ર્ો પ્નાચીન ગરબાનો દબદબાભેર પ્નારંભ મહિલા મંડળના હસ્તે થયો હતો. રાસ–ગરબા ઉપરાંત લ્હાણી વિતરણ કરતા જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *