ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 10 ઓક્ટોબરે આવવાના હોય તે અંતર્ગત આયોજન માટેની બેઠક યોજાઇ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગામી 10 ઓક્ટોબર ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 1000 કરોડના ખર્ચે બનનાર બલ્ક ડ્રગ પાર્કના ઉદ્ઘાટન માટે આવવાના હોય તે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજનની બેઠક યોજાઇ.આવનાર બે દિવસમાં બધાજ 14 મંડલમા શક્તિ કેન્દ્ર દિઠ બેઠક કરી વધુ મા વધુ લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સભામા આવે તે અંતર્ગત આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, જીલ્લા મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ શ્રી વિનોદભાઈ પટેલ,શ્રી ફતેસિંહભાઈ ગોહિલ, પુર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી,પુર્વ ધારાસભ્ય શ્રી કિરણભાઈ મકવાણા,જીલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ,14 મંડલના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ, અન્ય આગેવાનો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *