આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં ધી વિશ્વેશ્વરા આયોજિત ભવ્ય નવરાત્રિ નો શુભારંભ

રિપોર્ટ : બીના પટેલ

જગતજનની માઁ અંબાના આરાધના પર્વ નિમિત્તે ખંભાતમાં પ્રથમવાર ધી વિશ્વેશ્વરા-રાહુલ ભટ્ટ આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ નો શુભારંભ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ ધ્વારા કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે ખંભાત શહેર ભાજપ પ્રમુખ પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ નાનકાભાઇ પટેલ, ન.પા પ્રમુખશ્રી કામિનીબેન હિરેનભાઈ ગાંધી, કાઉન્સિલર સોનલબેન જોશી તેમજ દિગ્વિજયસિંહ પરમાર, દક્ષેશભાઈ શાહ, મૌલિકભાઈ સાડીવાળા સહિત આમંત્રિત મહેમાનો, યુવા મોરચાના માલવ રાવલ, મહેશભાઈ સભાડ, શક્તિસિંહ વણાર, કૃપેન શાહ, તેમજ ખેલૈયા મિત્રો અને ખંભાતના ઉત્સવપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *