અંકલેશ્વર કોર્ટ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

=જ્યુડીશ્યલ સ્ટાફ ,વકીલો અને કોર્ટ ના સ્ટાફે ચેકઅપ કરાવ્યું
=બ્લડ પ્રેસર ,ઈસીજી ,પલ્સ અને ડાયાબીટીસ ચેક કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની કોર્ટ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે તાલુકા કાનૂની સેવા સમિતિ અને વકીલ મંડળ ના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્યુડીશ્યલ સ્ટાફ ,વકીલો અને કોર્ટ ના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું

અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ ,અને વકીલ મંડળ ના ઉપક્રમે સનરાઈઝ હોસ્પિટલ ના સહયોગથી વર્લ્ડ હાર્ટ ડે નિમિતે કોર્ટ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ,આ કેમ્પ માં સનરાઈઝ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ અંકિત વકીલ દ્વારા ડાયાબીટિસ ,બ્લડ પ્રેસર ,પ્લસ રેટ તેમજ ઈસીજી ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં કોર્ટ નો જ્યુડીશ્યલ સ્ટાફ વકીલ મંડળ ના સભ્યો સહીત ના વકીલો તેમજ કોર્ટ ના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું આ પ્રસંગે એડિશનલ સેસન્સ જજ વી .જે .કલોત્રા ,તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેન કુમારી કે.એસ .દોહરે ,વકીલ મંડળ ના પ્રમુખ પ્રકાશ બેશનવાલા સહીત ના વકીલો અને કોર્ટ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM