અંકલેશ્વર ના ગડખોલ બ્રિજ નીચે લોકભાગીદારી બ્યુટીફીકેશન કરવામાં આવશે

અંકલેશ્વર ધારાસભ્ય ની અધ્યક્ષતા મા વહીવટી તંત્ર અને એન.જી.ઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

ગડખોલ બ્રિજ, વાલિયા ચોકડી બ્રિજ, મુખ્ય માર્ગના ડ્રાય પડેલા વિસ્તારમાં બ્યુટીફીકેશન વડે આધુનિક અંકલેશ્વર ની અને ગ્રીન અંકલેશ્વર ની ઓળખ આપવાનો પ્રયાસ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ગડખોલ પાટિયા ઓવર બ્રિજ નીચે તેમજ વાલિયા ચોકડી બ્રિજ, મુખ્ય માર્ગના ડ્રાય પડેલા વિસ્તાર માં બ્યુટીફીકેશન વડે આધુનિક અંકલેશ્વર અને ગ્રીન અંકલેશ્વર ની ઓળખ આપવા ના પ્રયાસ ને લઇ અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા મા વહીવટી તંત્ર અને એન.જી.ઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી.જેમાં ગડખોલ બ્રિજ નીચે થયેલ દબાણ ને દૂર કરી બ્યુટીફીકેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે .

વિશ્વ ફલક પર નામના મેળવનાર ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ને આગવી ઓળખ ના પ્રયાસ રૂપે અંકલેશ્વર -હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં એઆઈએ સંકુલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. અંકલેશ્વર ના નાયબ કલેકટર નૈતીકા પટેલ, મામલતદાર કરણસિંહ રાજપુત, પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉધોગ મંડળ ના પ્રમુખ જશુ ચૌધરી સહીત વિવિધ સામાજિક સંસ્થા અને ઉદ્યોગ મંડળ ના સભ્યો અને ઔદ્યોગિક વસાહત ના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક માં સૌ પ્રથમ ગડખોલ પાટિયા બ્રિજ નીચે ના ગાળા ઓ માં બ્યુટીફીકેશન કરવા ની ચર્ચા કરવામાં આવી હતી . તેમજ વાલિયા ચોકડી સુધી ખાલી પોકેટ વિસ્તાર માં પણ બ્યુટીફીકેશન કરી ડેવલોપ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં વાલિયા ચોકડી બ્રિજ, ગડખોલ બ્રિજ,, પ્રતિન બ્રિજ સહિતના વિસ્તારોમાં બ્યુટીફીકેશન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તો આગામી દિવસ માં ગડખોલ પાટિયા બ્રિજ નીચેના દબાણો દૂર કરવા આવશે ત્યારબાદ સીએસઆર પ્રોજેક્ટ હેઠળ ઉદ્યોગ ગૃહોને આગળ આવી તેનો વિકાસ કરવા પણ સહમતી દર્શાવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM