

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લાની સૌથી મોટી અને જૂની સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે આજ રોજ તારીખ :01/10/2022 ના રોજ શાળામાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાdર્ય શ્રી અમરસિંહ ગાગુર્ડેના માર્ગદર્શનમાં શાળાપરિવારના ૧૫૦૦ બાળકો અને શિક્ષકો સાથે મળીને ડીજેના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આસાથે આરતી કરી શાળા પરિવાર ના કલ્યાણ માટે પ્રાર્થના આ સાથે ગરબા લેવાયા. તથા વિધાર્થીઓ માટે વેશભૂષા, બેસ્ટ એકશન, અને ઓલ ઓવર પરફોર્મન્સ સ્પર્ધા યોજાઈ હતી. શાળા ના શિક્ષકોએ નિર્ણાયક સેવા આપી હતી.
જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં વિજેતાને શાળા પરિવાર દ્વારા ઈનામ આપવામાં આવ્યાં હતા. આ સાથે મતદાન જાગૃતિની સપથ પણ સૌ વિધાર્થીઓ અને શિક્ષકોએ લીધા હતા.
