
રાજકોટ જીવનનગર ગરબી નિહાળવા હજારો માણસોની ઉપસ્થિતિ કદરદાન… જયંત પંડયા
જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા પ્નાચીન ગરબી નિહાળવા હજારો માણસોની ઉપસ્થિતિથી આયોજકો ખુશખુશાલ થઈ બાળાઓની વિશેષ કદર કરવામાં આવી હતી. પ્નાચીન ગરબીમાં દિવડા, ટીપ્પણી રાસે લોકોના દિલ જીતી લીધા હતા. જીવનનગરે આદર્શ ગરબીનું બિરૂદ સાર્થક કર્યું છે તેની મહેમાનોએ વાત કરી હતી. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવાએ દિપ પ્નાગ્ટય કરી પ્નાચીન ગરબીનું આયોજન કરી સતત ૪ર મા વર્ષમાં પ્નવેશ કરવો તે મોટી વાત છે તેમાં રહીશોની એકતા કારણભૂત છે. રાજયમાં આ ગરબીએ ઉંચેરું સ્થાન પ્નાપ્ત કર્યું છે તેમાં બેમત નથી. આયોજકો, મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા. સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પ્નારંભે ૧૯૮૦ માં આ પ્નાચીન ગરબીમાં વિનામૂલ્યે પ્નવેશ, હિન્દુ–મુસ્લિમ બાળાઓને પ્નવેશ આપી શરૂઆત કરવામાં આવી હતી. આજે ગરબી વટવૃક્ષ બની ગઈ છે તેમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશોનો સિંહફાળો છે. પ્નાચીન ગરબીએ લોકહૃદયમાં સ્થાન લીધું છે. મહિલા મંડળની કામગીરી નોંધપાત્ર છે. દરરોજ સોના–ચાંદીની લ્હાણીથી બાળાઓને પ્નોત્સાહિત કરવામાં આવે છે. આગેવાનો, પદાધિકારીઓ હાજરી આપે છે. પૂર્વ મુખ્યમંત્રી, પ્નદેશ ભા.જ.પ. ના હોદ્દેદારો હાજરી આપવાના છે. મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલની મહેનત રંગ લાવી, બાળાઓના રાસ–ગરબા નિહાળવા હજારો માણસોની ઉપસ્થિતિથી આયોજકો ખુશખુશાલ નજરે પડે છે. અદ્વિતિય સફળતા પ્નાપ્ત થઈ છે. પ્નાચીન ગરબીમાં અનેરું આકર્ષણ આ ગરબીમાં કદી પણ ધાર્મિક ક્રિયાકાંડો, જુની માન્યતાઓ, ધૂણવા ઉપર પ્નતિબંધ કાયમ છે. કોઈપણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી. સ્વૈચ્છિક યોગદાન સ્વીકારવામાં આવે છે. સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાના માગદર્શનમાં નવીનભાઈ પુરોહિત, કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, અશોકભાઈ વાઘેલા, ગોવિંદભાઈ ગોહેલ, જયેશ લશ્કરી સહિત મહિલા મંડળના સદસ્યો સફળતા માટે જહેમત ઉઠાવે છે.
