



રિપોર્ટ ચિરાગ પાંડે
વડોદરા શહેરના પોલીસ કમિશનર ડો. શ્રી શમશેરસિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરટીયા સાહેબ, વડોદરા શહેર ખાતે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ની રચના કરેલ છે જે અંતર્ગત નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ શ્રી જે.સી. કોઠીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી એસ. એમ. વારોતરીયા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીજી તિવારી સાહેબ શ્રી ની અધ્યક્ષતામાં તારીખ 30 9.2022 ના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબે રમતા ખેલૈયાઓને તેમજ શી ટીમ અને શી ટીમ એપ્લિકેશનની ઉપયોગીતા અંગે માહિતગાર કરી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ કે જાતીય સતામણી બાબતે કોઈ ગુનાની જાણ થાય તો પોલીસ સ્ટેશનની શી ટીમને જાણ કરવી તેમ જ પોલીસ સ્પોર્ટ્સ યુથ ક્લબ તથા મિશન ક્લીન અંતર્ગત ડ્રગ્સ એવનેશ વગેરે બાબતે સમજાવ્યા હતા
