રિપોર્ટ, મયુર પટેલ

મહુવા સુગર ફેક્ટરી ના કોન્ફરન્સ હોલમાં માનનીય કેન્દ્રીય ઉર્જા, અને ઉદ્યોગ મંત્રી, શ્રી કૃષ્ણપાલજી ગુર્જરના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ મળી હતી. જેમાં સહકારી ક્ષેત્રે ગુજરાત રાજ્ય ભારત દેશમાં મોખરા નું સ્થાન ધરાવે છે. જેમા દક્ષિણ ગુજરાતની તમામ ખાંડ મંડળી, તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખો તથા સભાસદો સાથેની મીટીંગ યોજાઇ હતી. જેમાં મંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રે એક મોડલ બન્યું છે. જે જાણી આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં દૂધ ઉત્પાદક તથા મહુવા સુગરના પ્રમુખશ્રી માનસિંહ પટેલ, ઉપ-પ્રમુખ બળવંતરાય પટેલ, ડિરેક્ટર શ્રી ઓ. વિપુલભાઈ પટેલ, સુનિલભાઈ પરમાર, તૃષારભાઈ પટેલ, બળવંતભાઈ આહીર, તરુણભાઈ પટેલ, નિકુંજભાઈ ઠાકોર, જીગરભાઈ નાયક, હિમાંશુભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, તેમજ સુ. ડી.કો. બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીત,170 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, 170 વિધાનસભા પ્રભારી સુરેશભાઈ મકવાણા, મઢી સુગરના ચેરમેન સમીરભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા યોગેશભાઈ પટેલ તથા ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય તથા જિલ્લા પંચાયત સભ્ય ઉપસ્થિત રહી સહકારી મંડળીઓની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે મંડળીના સભાસદો અને મહુવા સુગર ફેક્ટરી ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ભાવેશભાઈ .બી .પટેલ તથા અધિકારીઓ, કામદારો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તૃષારભાઈ પટેલે મંત્રી શ્રી તથા ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
