અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કર્યું શસ્ત્ર પૂજન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં પણ આજે વિજયાદશમીના પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, અને પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષીને પ્રતિવર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા, અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ અધિકારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પોલીસ બેડામાં વાહનની પણ મદદ લેવામાં આવે છે, જેથી શસ્ત્રપૂજનના કાર્યક્રમની સાથે સાથે વાહનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *