
રિપોર્ટ : ચિરાગ પાંડેય
વડોદરા શહેર જીલ્લા રીક્ષા એસોશિયેશને ભાજપની વિકાસધારા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭ વર્ષના સુશાસનથી પ્રભાવિત થઈને આજ રોજ ૧૦૦ થી થી વધુ રીક્ષા ચાલકોએ ભાજપની ડબલ એન્જીન સરકારના પોસ્ટર લગાવ્યા હતા.

વડોદરા શહેર અધ્યક્ષ ડૉ,વિજયભાઈ શાહની આગેવાની હેઠળ વડોદર રેલ્વે સ્ટેશન ની સામે જનમહાલ પાસે રીક્ષા ચાલકોએ ભાજપની વિકાસની રાજનીતિ થી પ્રેરાઈ જનજન સુધી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી પોહચે તે માટે પોતાની રીક્ષાઓ ઉપર પોસ્ટર લગાવી ગુજરાત ના વિકાસ કરતી સરકાર ને સમર્થન આપ્યું છે.આ પ્રસંગે ડૉ.વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે ભાજપની વિચારધારા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાની છે અને નાનામાં નાના અને છેવાડાના માનવીનો વિકાસ થાય તેવી ભારતીય જનતા પાર્ટીની હંમેશા નેમ રહેલ છે.આથી વડોદરા શહેરના રીક્ષા ચાલકોએ ભાજપની ડબલ એન્જીન સરકારના પોસ્ટર લગાવી જનજન સુધી વિકાસની રાજનીતિને પહોચાડવાનું બીડું ઝડપ્યું છે આ તમામ રીક્ષા ચાલકોને હું લાખલાખ અભિનંદન પાઠવું છુ. આ કાર્યક્રમ માં ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, મહામંત્રી જશવંતસિંહ સોલંકી અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા
