સુરત જિલ્લાના બારડોલીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ સામેના જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ સાથેના કથિત જાતીય સતામણીના મામલે મહિલા કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’ જેવા સૂત્રોચ્ચારથી બારડોલીનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ભાજપ મહિલા મોરચાનાં આગેવાનો અને મહિલા કાર્યકરોએ એકત્ર થઈને આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપના સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, એટલે કે JNUના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ સામેના વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આક્ષેપોને લઈને મહિલા મોરચાની કાર્યકર બહેનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવા ગંભીર મુદ્દાઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ ઉપપ્રમુખ રિદ્ધિબેન પટેલ તેમજ સુરત જિલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ અવનીબેન નાયકની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયાં હતાં. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’ સહિતના સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા કાર્યકરોએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને તેમની સાથે થતા કથિત જાતીય સતામણીના બનાવો સામે આક્રોશ વ્યક્ત કરતાં આ મામલે ગંભીરતાથી પગલાં ભરવાની વાત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહિલા મોરચાનાં મહામંત્રીઓ મોનાબેન શાહ અને ચંદનબેન વસાવા તેમજ બારડોલી નગરપાલિકાનાં પ્રમુખ નીલમબેન વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરના મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આમ, બારડોલીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલા આ વિરોધ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપો સામે આક્રોશ વ્યક્ત કરી રાજકીય રીતે કોંગ્રેસ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.