માંડવી ખાતે કર્મ ગ્રુપ, નિઝામપુરા – વડોદરા દ્વારા દશેરાના તહેવાર નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો ને આમંત્રિત કરી શસ્ત્ર પૂજન ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : ચિરાગ પાંડેય
કર્મ ગ્રુપ નિઝામપુરા દ્વારા યોજાયેલ શસ્ત્ર પૂજનના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર, વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા એકમ, હિન્દુ જાગરણ મંચ આ ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનો ના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેમણે પ્રાચીન હિન્દુ ધર્મ સંસ્કૃતિ અનુસાર શસ્ત્ર પૂજન કર્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના સાધુ સંતો પણ જોડાયા હતા. આ તબક્કે ઉપસ્થિત શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે દશેરાએ હિંદુ ધર્મના લોકોનો મોટો તહેવાર છે અને આ દિવસે લોકો શસ્ત્ર પૂજન અને પોતાના વાહનનું પણ પૂજન કરે છે આજનો દિવસ વાહન ખરીદી અને ધંધા રોજગારના વ્યવસાયોનું મુહૂર્ત કરવાનો વિશેષ દિવસ છે આજના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે એટલે કે સમાજમાંથી અસુરોનો નાશ થાય છે અને સમાજમાં શાંતિ ,સુલેહ, ભાઈચારો અને ધર્મના રક્ષણ નું વાતાવરણ પેદા થાય છે.

આજના કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ , ડે.મેયર નંદાબેન જોશી, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, કર્મ ગ્રુપ નિઝામપુરાના આયોજક શ્રી રમેશભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ પંચાલ, હિન્દુ જાગરણ મંચના પ્રમુખ શ્રી નીરજભાઈ જૈન, વિવિધ હિન્દુસંસ્થાઓના સાધુ સંતો, વિવિધ હિન્દુ સંગઠનો ના હોદ્દેદારો અને કાર્યકરો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *