અંકલેશ્વર તાલુકા ની 59 ગ્રામપંચાયતો ને વિકાસ ના કામો ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો


ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે 59 ગામના સરપંચો અને તલાટીઓ ને વર્ક ઓર્ડર અપાયા
સરકાર ની 8 યોજના માં 59 ગામ માં 9 કરોડ 79 લાખ ના વિકાસ ના કામો વહીવટી મંજૂરી અપાય

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના 59 ગામની ગ્રામપંચાયતો ને સરકાર ની વિવિધ આઠ યોજના માં 9 કરોડ 79 લાખ ના વિકાસ ના કામો ના વર્ક ઓર્ડર અને વહીવટી મંજૂરી વિતરણ કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં સરપંચો અને તલાટીઓ ને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા ,

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ તાલુકા ના 59 ગામો ની ગ્રામ પંચાયત ને સરકાર ની રાજ્ય પ્રવૃત્તિ ની અલગ અલગ આઠ યોજના ની ગ્રાન્ટ માંથી 9 કરોડ 79 લાખ ના વિવિધ કામો ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ નો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો .આ કાર્યક્રમ માં તાલુકા ના 59 ગામના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે સરપંચો અને તલાટીઓ ને વિવિધ કામો ના વર્ક ઓર્ડર અને 15 માં નાણાં પંચ ની વહીવટી મંજૂરી નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત ,તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ , TFTતાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહીત ના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *