
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના સમાજસેવક યશસ્વી પ્રમુખ શ્રીમાન સી કે પટેલ સાહેબ, વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના કન્વીનર શ્રીમાન પૌરસ ભાઈ પટેલ સાહેબ, વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના કો કન્વીનર શ્રીમાન આકાશભાઈ પટેલ સાહેબ ના સીધા માર્ગદર્શન મુજબ વિશ્વભરમાં વસતા સર્વે ગુજરાતીઓની આગવી ઓળખ રૂપી ગરબાએ ગુજરાત અને ગુજરાતીઓની સંસ્કૃતિ તેમજ કલ્ચરને પ્રદર્શિત કરે છે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી ગુજરાત ભરમાં ગરબા આયોજકોને ગુજરાતી સંસ્કૃતિ પુરસ્કાર 2022 સન્માનિત કરવા માટેના આયોજનમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે શુભ પંખ નવરાત્રી મહોત્સવ 2022 નું સુંદર આયોજન કરી ગુજરાતી સંસ્કૃતિ અને કલ્ચર સાથે જોડી રાખવા બદલ ઉપરોક્ત એવોર્ડ આપવા માટે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ સુરત શહેર એડવાઈઝરી કમિટી મેમ્બર શ્રીમાન સંજયભાઈ ચુડગરજી (શાહ) તથા વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ગુજરાત પ્રદેશ એડવાઈઝરી કમિટી મેમ્બર શ્રીમાન બાબુભાઈ બી પટેલ તથા તાપી જિલ્લા ના કન્વીનર શ્રીમાન જૈનિશભાઈ ગામીતજી ને હજારોની સંખ્યામાં પધારેલા ગરબાના ખેલૈયાઓ તથા મંચ પર બિરાજમાન મહાનુભવોના સાનિધ્યમાં ટાળીઓના ગડગડાટ વચ્ચે એવોર્ડ આપવામાં આવ્યો છે શ્રીમાન બાબુભાઈ બી પટેલ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના યશસ્વી પ્રમુખ શ્રીમાન સી કે પટેલ સાહેબ ને શુભ પંખ ના મંચ પરથી એમના જન્મદિવસે સ્નેહસભર વંદન કરી શુભેચ્છાઓ પાઠવીએ છીએ વધુમાં શુભ પંખ આયોજકોને તથા શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ આગામી દિવસોમાં ખૂબ પ્રગતિ કરે અંત્યોદયના પરિવાર સુધી એમની સેવાઓ ખૂબ ફૂલેફાલે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વીંગ શુભ પંખ વ્યારા તથા 125 દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા છે અને દરેક ગુજરાતી સમાજની સેવા કરવા તૈયાર છે શ્રીમાન સી કે પટેલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે સરકારી યોજના ના કેમ્પોના માધ્યમથી ₹25,000 લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે આવા અનેક સેવાકીય કાર્યો કરવા શ્રીમાન સી કે પટેલ સાહેબ ના નેતૃત્વમાં પરિવાર હર હંમેશ તૈયાર રહેશે જય ગુજરાત જય ભારત