



ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં- ૧૧ માં સુઘડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રીનોવેશનનું કામ તથા આંગણવાડીના રીનોવેશનનુ કામ, અમિયાપુર ગામે આંગણવાડીના રિનોવેશનનું કામ, ખોરજ ગામે આંગણવાડીના રીનોવેશનનું કામ તથા ડોસલજી વાસ પાસે, બળીયાદેવ મંદિર રોડ, ખોરજ, પાસે ટીપી સ્કીમ નં. ૩૦૩ ના નં. ૧૩૩ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના બાંધકામનું કામના ખાતમુહૂર્તના કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં કોર્પોરેટરશ્રીઓ માણેકજી ઠાકોર, સેજલબેન પરમાર, ગીતાબેન પટેલ, વોર્ડ ૧૧ ના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ આચાર્ય, સુમનભાઈ પટેલ, સંજયભાઈ વાણિયા, મંત્રીશ્રી સમીરભાઈ પટેલ, જયેશભાઈ પંચાલ, અપૂર્વભાઈ પારેખ, ગાંધીનગર મહાનગર કિશાન મોરચાના ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભીખાભાઇ પટેલ, તથા કાર્યકર્તા મિત્રોએ હાજરી આપેલ.
