ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર વાલિયા અને શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે”પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ”નું આયોજન કરવામા આવ્યુ હતુ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર વાલિયાના કો ઓર્ડીનેટર પ્રા.અપેક્ષાબેન પટેલ અને શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલિયા ના ઇન્ચાર્જ આચાર્ય પ્રા. શર્મિલાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ MSW and BSW ના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક હટાવો ની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરેથી ન્યુઝ પેપર લઈને આવ્યા હતા અને કોલેજના પ્રાંગણમાં જ ન્યૂઝ પેપર ની બેગ જાતે જ બનાવી અને પછી “પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો” જેવા નારા સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને પછી આ ન્યુઝ પેપર ની બેગ ને વાલિયાની ખાણીપીની દુકાનો અને ફળફળાદીની લારીઓ પર વહેંચણી પણ કરી સાથે સાથે દુકાનદારોને ન્યુઝ પેપર ની બેગ બનાવતા પણ શીખવાડ્યું. આ બેગ 10 રૂપિયાની એક ગુંદરની ડબ્બીથી 15 બેગ બનાવી શકે છે એટલે આ બેગ ની કોસ્ટિંગ એક રૂપિયાથી પણ ઓછી છે અને એક કિલો સુધીનું વજન ઊંચકી શકે છે દુકાનદારોમાં તથા વાલિયાના લોકોમાં પણ આ પ્રવૃત્તિ દ્વારા જાગૃતતાનો સંચાર કરવાનો પ્રયત્ન રહ્યો હતો.. આ પ્રોગ્રામમાં 52 જેટલા MSW and BSW વિદ્યાર્થીઓએ લગભગ 150 થી પણ વધુ ન્યુઝ પેપર ની બેગ બનાવી વહેચણી કરી પ્લાસ્ટિક હટાવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓમાં પણ એન્વાયરમેન્ટ બચાવી શકીએ છીએ અને પ્રેરિત પણ બીજા લોકોને કરી શકીએ છીએ એવી શીખ મળી અને ઘણા આનંદ અને ઉત્સાહ થી વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *