અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

છેવાડાના લોકોને ઘરબેઠાં તમામ સહાય મળે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ અને રહી છે – નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ

કમલમ્ ન્યુઝનરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ખાતે શારદા ભવન હોલ અંકલેશ્વર નગર પાલિકા હોલ અને કંમ્પાઉન્ડમાં જનકલ્યાણ સેવા યજ્ઞના સંકલ્પ સાથે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગરીબ કલ્યાણ મેળા થકી નોંધારાનો આધાર બનેલી સરકારની વિવિધ વ્યકતિલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યકક્ષસ્થાને ગરીબ કલ્યાણમેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરાઈ હતી. પુષ્પગુચ્છથી સ્વાગત બાદ પંચાયત વિભાગની યોજનાઓની સિધ્ધી અંગેની ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે પ્રેરક માર્ગર્દશન આપતા ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે, આજના ગરીબ કલ્યાણમેળામાં ભરૂચ જિલ્લામાંથી ૫૩૭૩ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના અંર્તગત અંદાજિત 103 કરોડ રકમની માતબર લાભોના બેનિફિટ મળ્યા છે. સરકાર સામેથી આપણા સમક્ષ આપણને આત્મનિર્ભર બનાવવાની નેમ લઈ નોંધારાનો આધાર બની છે. ભરૂચ જિલ્લાએ વિધવા સહાય, વૃધ્ધ સહાય વગેરે જેવી યોજનાઓમાં ૧૦૦ ટકા સેચ્યુરેશનની સિધ્ધી પ્રાપ્ત કરી છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું વિમા કવચનો લાભ લેવા આહવાન કર્યું હતું. વધુમાં કહ્યું હતું કે, છેવાડાના લોકોને ઘરબેઠાં મળે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે. સ્ટેજ પરના મહાનુભાવોના હસ્તે માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રઘાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ ,સમાજ સુરક્ષા, વિદ્યા સહાય, ગંગા સ્વરૂપ, ખેતી સહાય, લાભાર્થી કીટ સહીત અનેક યોજનાઓના લાભ અપાયા હતા. તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ મળેલી કીટનો ઉપયોગ કરી પરિવારમાં આર્થિક ઉપાર્જન માટે મદદરૂપ બનવા જણાવ્યું હતું.
આ સમારંભમા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. આર. ધાધલ પ્રાંત અધિકારીઓ,મામલતદાર,તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *