

રિપોર્ટ : બીના પટેલ
ખંભાત તાલુકાના કલમસર મુકામે આંટાવિસ્તારમાં જિલ્લા પંચાયતની ગ્રાંટમાંથી ₹ 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણી માટે નવીન બોર કુવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં સદસ્ય હીરાબેન બળવંતસિંહ સિંધા, પૂર્વ સરપંચ ડી.એફ.સિંધા, હરિભાઈ સિંધા સહિત વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.