ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ ની કિન્નર અખાડા ગુજરાત પ્રદેશ સ્વીટુમાસી એ શુભેચ્છા મુલાકાત લીધી.

રિપોર્ટ : બીના પટેલ

ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ,વિઠ્ઠલ ઉદ્યોગનગર ની શુભેચ્છા મુલાકાત કિન્નર અખાડા ગુજરાત સમાજ ના અગ્રણી સ્વીટુમાસી એ લીધી હતી. ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વીટુમાસી નું શાલ તથા હાર પહેરાવી ને સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું
સ્વીટુમાસી એ આ પ્રસંગે ચરોતર ગેસ ના ચેરમેન,મેનેજીંગ ડિરેક્ટર તથા સૌ સ્ટાફ મિત્રો ને આશીર્વાદ આપ્યા હતા . સૌ ઉદબોધન માં જણાવ્યું હતું કે કિન્નર ને સમાજમાં તેમનો હાથ આશિર્વાદ આપવા માથે સૌ કોઈ મુકાવે છે પરંતુ તેમનો હાથ કોઈ પકડતું નથી. માટે સમાજ માં પણ તેમનો સ્વીકાર કર્યો તે બદલ તેમનો આભાર માન્યો હતો. તેમજ તેમણે આનંદ નો ગરબો ગયી ને સૌને મોહિત કાર્ય હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *