



વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના તાપી જીલ્લામાં આગમન ને લઈને
વ્યારા – તાપી ના આદિવસી સમાજના દીકરી ડો. આરતીબેન ભીલ દ્વારા વ્યારા નગરમાં કાર્યરત કુસુમ જયેશ ભુલકા ભવનમાં ૧ દિવસીય “રમશે ગુજરાત-જીતશે ગુજરાત” અંતર્ગત “Children’s Olympic” નું આયોજ કરાયું,
અત્રે ઉલ્લેખનીય છે, કે ડો.આરતીબેન ભીલ નરેન્દ્રભાઈ મોદીને પોતાના રોલ મોડલ માને છે, ત્યારે જનતાની આશા અને અપેક્ષા ને પરિપૂર્ણ કરવા નિરંતર દેશ સેવામાં કાર્યરત એવા મા ભારતીના અનન્ય સેવક આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના કર્મયોગી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તાપી જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, જે અનુંસાંધાને એમના અનોખા સ્વાગત માટે ડો.આરતીબેન ભીલ તથા એમની ટીમ દ્વારા ભૂલકા ભવનના *૩૦૦ થી વઘુ ભૂલકાઓ તથા વાલીઓ સાથે બાળકોને વિવિધ ગેમ્સ રમાડી અને Welcome TO TAPI OUR PM MODI SIR ની કેક કાપી બાળકોને વિવિધ પ્રોત્સાહિત ભેટો આપી ફટાકડાં ફોડી મોદી સાહેબના આગમન ને આવકાર્યું હતું…
