
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. એ પ્રસંગે મોરબી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેરક મુલાકાત કરી હતી એ મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ કાંતિભાઈને પૂછ્યું હતું કે, કેમ કાંતિલાલ મોરબી મજામાં છે ને? તેના પ્રત્યુતર સ્વરૂપે કાંતિભાઈએ હકારાત્મક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તમારા આશીર્વાદથી સારું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિનની ઉજવણી મોરબી જિલ્લામાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દિવંગગતોના મોક્ષાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કાંતિભાઈએ 72 ટન જેટલી સુખડીનું વિતરણ કર્યું હતું. એ યાદગાર પ્રસંગોને કાનાભાઈએ નરેન્દ્ર મોદી સાથે વગોળ્યા હતા અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના આવા સુંદર સંસ્મરણોની ભેટ તસવીરોમાં કંડારીને આલ્બમ સ્વરૂપે આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કાન્તિલાલની પીઠ થપથપાવી કીધું આ બધી વસ્તુની મને જાણ છે કાના તું મને આલ્બમ દે કે ના દે મને બધી ખબર છે. એ સમયે કાંતિભાઈએ પણ ગર્વ અને હર્ષની લાગણી અનુભવી હતી.

કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં લોકનેતાની ઓળખ ધરાવે છે. એવા અનેક પ્રસંગો સામે આવ્યા છે જ્યારે મોરબીના નગરજનોને સહાયની જરૂર પડી છે અને કાંતિભાઈ અમૃતિયા પળવારમાં હાજર થયા છે તથા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે ત્યારે તેમના પ્રજાકીય કાર્યોને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યા હતા. એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કાંતિભાઈ અમૃતિયાના પ્રજાકીય કાર્યોની નિરંતર નોંધ લે છે અને તેમની નેત્રદીપક કામગીરીને વારંવાર વાગોળે છે.
કાંતિભાઈના સેવાકીય કર્યોની સુવાસ માત્ર મોરબી પૂરતી જ સિમિત નથી.વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા પણ કાંતિભાઈ અમૃતિયાને તેના લોકસેવાના કાર્ય બાદ 3 એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જેમાં પ્રથમ એવોર્ડ 75000 કિલો સુખડી 1 મહિનામાં બનાવવી અને ગાયોને વિતરણ કરવા બદલ ત્યારબાદ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ 756 જેટલા દિવંગતોના મોક્ષર્થે શ્રીમદ કથા અને પૂજન અને ભોજન બદલ તથા તૃતીય એવોર્ડ કથાના પટાંગણમાં એક જ દિવાસમાં બ્લડ ડોનેશન યોજી 720 બોટલ જેટલું રક્ત એકત્ર કરવા બદલ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
