રિપોર્ટ : ચિરાગ પાંડેય





નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૨૮ થી વધુ શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ખાતમુહૂર્ત તથા ઇ-ખાતમુહૂર્ત ના કાર્યક્રમો યોજાયા હતા. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અડાલજ ખાતેથી આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના ખૂબ જ મહત્વાકાંક્ષી અને બાળ ક્લ્યાણકારી પ્રોજેકટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના ચેરમેન શ્રી હિતેશભાઈ પટણી, વાઇસ ચેરમેન શ્રી ડો. હેમાંગ જોશી અને શાસનાધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ તેઓના માર્ગદર્શન મુજબ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અંદાજીત ૩૧ કરોડ ૪૭ લાખથી વધુ રકમની શાળાઓમાં થનાર વિવિધ વર્ગખંડ નિર્માણ , શાળા અપડેશન વગેરે નું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામા આવેલ છે.આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વિવિધ શાળાઓમાં મહાનગરના ખ્યાતનામ વ્યક્તિઓ હાજર રહ્યા હતા જેમાં હેમિષાબેન ઠક્કર કોર્પોરેટરશ્રી, ડૉ હિતેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડીગ કમિટી ચેરમેનશ્રી, અંજનાબેન ઠાકર સમિતિ સભ્યશ્રી, પ્રફુલાબેન જેઠવા કોર્પોરેટરશ્રી તેજલબેન વ્યાસ કોર્પોરેટરશ્રી,નીતિનભાઈ દોંગા કોર્પોરેટર,વિનોદભાઈ ભરવાડ કોર્પોરેટર,આદિત્યભાઈ પટેલ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યશ્રી,નૈતિકભાઈ શાહ કોર્પોરેટર,જિગ્નેશભાઈ પરીખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમિતિ સભ્યશ્રી,રણછોડભાઈ રાઠવા કોર્પોરેટરશ્રી,પુનમબેન શાહ કોર્પોરેટરશ્રી, પારુલબેન પટેલ કોર્પોરેટરશ્રી, આશિષભાઈ જોષી કોર્પોરેટરશ્રી,અમિતભાઈ શાહ વોર્ડ પ્રમુખશ્રી,જયેન્દ્રભાઈ વ્યાસ પૂર્વ વોર્ડપ્રમુખ,ગૌતમભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી,શ્રી નિલેશભાઈ કહાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યશ્રી,રીટાબેન માંજરાવાલા, શિક્ષણ સમિતિના સભ્યશ્રી, ઘનશ્યામભાઈ સોલંકી કાઉન્સિલરશ્રી,સ્નેહલબેન પટેલ કાઉન્સિલરશ્રી, કિરણભાઈ સાળુંકે સભ્યશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી નિત્યાનંદજી મહારાજ મહંત ઇસ્કોન મંદિર,શ્રી દ્વારકાધીશજી મહારાજ મહંત ઇસ્કોન મંદિર,શ્રી કમલેશસિંહજી મહંત હવેલી,ચિરાગભાઇ બારોટ વડોદરા મહાનગર દંડકશ્રી, વિજયભાઇ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યશ્રી, નિશિધભાઇ દેસાઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યશ્રી,રીટાબેન આચાર્ય કાઉન્સિલરશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૪ શાળાઓમાં આશરે ૭ કરોડ ૭૦ લાખ રૂપિયાના ખર્ચે ૬૨ નવા ઓરડાઓનું બાંધકામ ની ટેન્ડર પ્રક્રિયા બાદ બાંધકામ કરવામાં આવશે. જ્યારે આશરે ૯ શાળાઓમાં ૧૩ કરોડ ૭ લાખ ના ખર્ચે ૯૮ ઓરડાઓના બાંધકામની શરૂઆત કરવામાં આવશે.સાથે જ આશરે ૯ કરોડ ૨૧ લાખના ખર્ચે ૩૦૭ ઓરડાઓનું અપગ્રેડેશન કરવામાં આવશે અને આશરે ૪૨ લાખ રુપિયાનું વર્ગખંડના રીપેરિંગનું કામ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે.
આ મુજબ આજના આ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત કરવામાં આવેલ વિવિધ કામોના ખાતમુહૂર્ત ના પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યક્રમ અંતર્ગત થતી કામગીરી થી સંતોષ વ્યક્ત કર્યો હતો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિધ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
