સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ૨૧ ઓકટોબરે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાશે

વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ અન્વયે જિલ્લાના અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાશે

૦૦૦૦૦૦૦ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈમોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી લાભો મળે તે માટે રાજ્ય સરકારશ્રી તરફ આગામી ૨૧ ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાજાનાર છે.

આ બેઠકમાં કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ કાર્યક્રમમાં મંડપ, સ્ટોલ, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, ફિલ્મ નિદર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગીરી વિશે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી શેરશિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જીજ્ઞેશભાઈ બગિયા, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, મામલતદાર સર્વશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *