”ગ્રહણની અંધમાન્યતા સામે વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન”

મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

  • – અમદાવાદમાં ૧ કલાક ર૮ મિનિટ સુધી ગ્રહણ જોઈ શકાશે.
  • – રાજકોટમાં ૧ કલાક ૩ર મિનિટ ૧ર સેકન્ડ સુધી ગ્રહણનો નજારો.
  • – સુરતમાં ૧ કલાક ર૪ મિનિટ નજારો.
  • – ભારતમાં આંશિક ખંડગ્રાસ ગ્રહણ જોવા મળશે. દેશના અમુક ભાગોમાં દેખાશે નહિ.
  • – દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે ચશ્માનું વિતરણ કરવામાં આવશે.
  • – ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવકલ્યાણકારી સંશોધનો કરશે.
  • – ચંદ્ર–સૂર્યગ્રહણો માત્ર અવકાશી ખગોળીય ઘટના. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક.
  • – ભારતમાં ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સૂતક, બુતક બોગસ… જાથા
  • – રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની માન્યતાઓનું ખંડન કરશે.


અમદાવાદ : દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં મંગળવાર તા. રપ મી ઓકટોબર બપોરથી ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જોવા મળવાનો છે. ભારતમાં અમુક ભાગોમાં ખંડગ્રાસ, આંશિક ગ્રહણ જોવા મળવાનું છે. દેશના અમુક ભાગોમાં ગ્રહણ સદંતર જોવા મળશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ ભારત સહિત, પ. એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકા સહિત દેશોમાં જોવા મળવાનું છે. ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓનું ખંડન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવાનું નક્કી થયું છે. જયાં ફિલ્ટર ચશ્માની વ્યવસ્થા હોય લોકો લાભ લઈ શકશે.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત ર૦૭૮ અશ્વિન કૃષ્ણ પક્ષ અમાસ મંગળવાર તા. રપ ઓકટોબર, ર૦રર તુલા રાશિમાં ચિત્રા/સ્વાતી નક્ષત્રમાં થનારૂં ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક – ગ્રસ્તોદય દેખાવાનું છે. આ ગ્રહણ ભારત પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે. પશ્ચિમ એશિયા, બેલ્જિયમ, અફઘાનિસ્ધાન, બલ્ગેરિયા, ઈજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઈરાન, ઈરાક, ઈઝરાયેલ, ઈટલી, ઓમાન, સાઉદી અરેબિયા, રશિયા, તુર્કી, યુ.કે., યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે. ભારતના પૂર્વીય ભાગોમાં મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, અરૂણાચલ પ્નદેશમાં આ ગ્રહણ નહિ દેખાય. માત્ર ગણતરીની સેકન્ડમાં જોવા મળશે. આ ગ્રહણની અંતિમ ક્ષણો જોવા મળશે નહિ.
ભૂમંડલે ખગોળીય ચમત્કૃતિ તા. રપ મી ઓકટોબરે ગ્રહણ સ્પર્શ : ૧૪ કલાક ર૮ મિનિટ ર૧ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૬ કલાક ૩૦ મિનિટ ૧૬ સેકન્ડ, ભૂમંડલે ગ્રહણ મોક્ષ : ૧૮ કલાક ૩ર મિનિટ ૧૧ સેકન્ડ, પરમગ્રાસ : ૦.૮૬૧. મુંબઈમાં ગ્રહણનો સમય – ગ્રહણ સ્પર્શ : ૧૬ કલાક ૪૯ મિનિટ ૩ર સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૭ કલાક ૪ર મિનિટ પર સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૮ કલાક ૦૯ મિનિટ, મુંબઈનો સૂર્યાસ્ત ૧૮ કલાક ૦૮ મિનિટ અને ૩૭ સેકન્ડ, ગ્રહણ પર્વકાળ : ૦૧ કલાક ૧૯ મિનિટ ૦પ સેકન્ડ રહેશે. રાજકોટમાં ગ્રહણ સ્પર્શ સાંજે ૦૪ કલાક ૩૮ મિનિટ ર૧ સેકન્ડથી શરૂ થઈને સાંજે ૬ કલાક ૧૦ મિનિટ ૩૩ સેકન્ડ સુધી એટલે કે ૧ કલાક ૩ર મિનિટ ૧ર સેકન્ડ સુધી નગરજનો ગ્રહણ જોઈ શકવાના છે. અમદાવાદમાં ગ્રહણ સાંજે ૪ કલાક ૩૮ મિનિટથી સાંજે ૬ કલાક ૬ મિનિટ સુધી નજારો અદ્દભુત જોઈ શકાશે.
વધુમાં પંડયા જણાવે છે ભૂમંડલે પૃથ્વી ઉપર ગ્રહણની અવધિ આશરે ૪ કલાકની રહેવાની છે. જયારે ભારતમાં ગ્રહણની અવધિ બે કલાક ઉપર જોવા મળશે. રાજયમાં કયા શહેરોમાં કેટલો સમય ગ્રહણ જોઈ શકવાના છીએ તેમાં અમદાવાદ ૧ કલાક ર૮ મિનિટ, રાજકોટ ૧ કલાક ૩૩ મિનિટ, ગાંધીનગર ૧ કલાક ર૮ મિનિટ, આણંદ ૧ કલાક રપ મિનિટ, મહેસાણા ૧ કલાક ર૧ મિનિટ, વડોદરા ૧ કલાક રર મિનિટ, સુરત ૧ કલાક ર૪ મિનિટ, સેલવાસ ૧ કલાક ર૧ મિનિટ, ગાંધીધામ–કચ્છ ૧ કલાક ૩૦ મિનિટ, દ્વારકા ૧ કલાક ૪૪ મિનિટ, ભાવનગર ૧ કલાક ર૮ મિનિટ, પોરબંદર ૧ કલાક ૪૦ મિનિટ, વલસાડ ૧ કલાક રર મિનિટ, મુંબઈ ૧ કલાક ૧૯ મિનિટ, દિલ્હી ર કલાક ૧૩ મિનિટ આંશિક સૂર્યગ્રહણ અદ્દભુત જોવા મળશે. મિનિટોના સામાન્ય તફાવતથી ગ્રહણ જોવા મળવાનું છે. ત્યૌહારો હોય જાથાએ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. આ વષ્ર્ો નિદર્શનમાં લોકોને તકલીફ ન પડે તે માટે વિજ્ઞાન જાથા ચિંતિત છે. અમુક નક્કી સ્થળે જ વ્યવસ્થા છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં તા. રપ મી ઓકટોબરના બપોર પછીથી સાંજ અને ગ્રહણ મોક્ષ સુધી ગ્રહણ નર્દશિન સાથે સદીઓની જુની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો રાખવામાં આવશે. સૂર્યગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી જોવું હિતાવહ છે. નરી આંખે જોવું અતિ જોખમકારક છે. કયારેક કાયમી અંધાપો આવી જવાની પુરેપુરી સંભાવના છે. દેશી પદ્ધતિથી સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દેશ આખામાં જાથાના કાર્યક્રમો લોકપ્નિય હોય વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયમાં જાથા ર૪ મી બપોરથી રપ મી બપોર સુધી જ ચશ્માનું પડતર કિંમતે વેચાણ કરશે.
જાથના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ભારતભરમાં ગ્રહણ સમયે ચા–નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય–ડર દૂર કરવાના પ્નયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર–સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક–બુતક ઠોકી, શારીરિક–માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્નકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન–પુણ્ય, જપ–તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓના કારણે દેશમાં ગુમરાહ–ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા–રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકો ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહી શકે છે.
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, શુભ–અશુભ, લાભ–નુકશાન, હોની–અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્નાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ–તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્નકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા–દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ–હવન, જપ–તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. લેભાગુઓની ગ્રહણની ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર–દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની– કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા–દેવા નથી. માનવીએ ચંદ્ર–મંગળ ઉપર પગ મુકી દીધો છે. આવી વૈજ્ઞાનિક સિધ્ધિઓને ગણકાર્યા વગર હાથમાં નંગની વીંટીઓ પહેરવી કેટલે અંશે યોગ્ય છે તે માનવીએ પોતે નક્કી કરવું જોઈએ.
જાથા ખંડગ્રાસ આંશિક ગ્રહણની અલભ્ય તસ્વીર લોકો સમક્ષ મુકશે. વિશ્વના લોકોની તા. રપ મી એ બપોરથી સાંજ તેમજ સંધ્યા સમય સુધી આકાશ તરફ નજર હશે. ભારતના લોકો ખુલ્લા મેદાનમાં, ઘરની અગાસી ઉપર નજારો જોઈ શકે છે. જાગૃતો પણ ફોટોગ્રાફી–વિડીયોગ્રાફી કરી શકે છે તેની માહિતી મેળવી લેવી. રાજયમાં જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમો રાજકોટ ખાતે યોજાશે તેનું સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. જાથાની પસંદગી જગ્યાએ લોકોએ આવવું પડશે. ફિલ્ટર ચશ્માથી, કોઈપણ સ્થળેથી જોઈ શકાશે.
રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ–ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.
જાથાના નાથાભાઈ પીપળીયા, નર્મળિ મેત્રા, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઈ યાદવ, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, મોરબી રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, ભુજ શૈલેષ શાહ, મથલના સરપંચ હુસેનભાઈ ખલીફા, મુકેશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, પ્નમોદ પંડયા, નર્ભયિ જોષી, રવિ પરબતાણી, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહેલ, ભાવનાબેન વાઘેલા, ચંદ્રીકાબેન ચંદ્રપાલ અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે.
અંતમાં રાજ્યમાં પોતાના ગામ, શહેરમાં ત્યૌહારોની પરિસ્થિતિ ધ્યાને રાખી સૂર્યગ્રહણનો નિદર્શન ગોઠવી શકશે. કાર્યક્રમ, ફિલ્ટર ચશ્મા મેળવવા ઈચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *