વડોદરામાં વિવિધ સરકારી કચેરીઓ, પોલીસ ભવન તથા રાજકીય પક્ષો સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી પુલ હોનારત: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં આજે શોક જાહેર કરાયો

રિપોર્ટ : ચિરાગ પાંડેય
શહેરમાં ઠેર-ઠેર શોક, મૌન અને પ્રાર્થનાસભાના કાર્યક્રમનું આયોજન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની બનેલી દુર્ઘટના મામલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ ભવન તથા રાજકીય પક્ષો સહિત સેવાભાવી સંસ્થા દ્વારા ઠેર-ઠેર શોક, મૌન અને પ્રાર્થનાસભા તેમજ શ્રદ્ધાંજિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની બનેલી દુર્ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે અને વિશ્વભરમાંથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત સરકારે રાજ્ય આપી શોક જાહેર કર્યો છે. સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવાની સાથે જ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમ મોકૂફ રાખ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેર-ઠેર સભાઓનું આયોજન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા વડી કચેરી ખાતે આયોજિત પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં અધિકારી પદાધિકાર ઉપસ્થિત રહ્યા હતા. તેવી જ રીતે રાજ્ય સરકારની સૂચના અનુસાર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા સિટી પોલીસ હેડ કવોટર્સ પોલીસ ભવન ખાતે પણ આજે 11 વાગે શોકસભાનું આયોજન કરી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કલેકટરની અધ્યક્ષતામાં પણ કલેકટર કચેરી ખાતે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ભક્તિ ગીત દ્વારા અંજલી આપવામાં આવી હતી.


તદુપરાંત શહેરના અમિતનગર બ્રિજ નીચે વોર્ડ નંબર 3 ના ભાજપ કાઉન્સિલરો દ્વારા આયોજિત શોક સભામાં પક્ષના કાર્યકર્તા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વૃંદાવન ચાર રસ્તા શ્રી હનુમાનજી મંદિર ખાતે આયોજિત શોક સભામાં કોર્પોરેશન ના મેયર કેયુર રોકડીયા, ડે.મેયર નંદાબેન જોષી, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલની MAL સીમાબેન મોહીલે મોટી સંખ્યામાં લોકોએ મોરબી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *