આણંદ જિલ્લા નાં સાંસદ મિતેશભાઇ પટેલ ના સતત પ્રયત્નો થી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે બાયપાસ રોડ નું ખાત મુર્હૂત

રિપોર્ટ : બીના પટેલ

ણંદમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવા હેતુ થી સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ સત્તત પ્રયત્નો થી રાજય સરકાર દ્વારા કરમસદ હોસ્પિટલ થી કરમસદ, બાકરોલ, રાવડાપુરા ફાટક ક્રોસ કરી નેશનલ હાઇવે નંબર 48 ને જોડતો 10 કિમિ નો નવીન બાયપાસ રોડ રુપિયા 92 કરોડના ખર્ચે મંજુર છે. જે અંતર્ગત તેમાથી રુપિયા 28 કરોડના રોડનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન, આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, કરમસદ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી સહિત આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *