સુરત ના કામરેજ ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ મહાપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો

રિપોર્ટ, મયુર પટેલ

ભારત વિભિન્ન પરંપરાઓનો દેશ છે અલગ અલગ રાજ્યમાં વિભિન્ન પરંપરાઓ ખૂબ જ સુપ્રસિદ્ધ છે આવા પરંપરાઓના કારણે ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં વિખ્યાત છે તેવા જ સંસ્કૃતિનો ઉમેરો કરતો છઠ મહાપર્વ ઉત્સવ ઉત્તર ભારતીયો સમાજ દ્વારા મનાવવામાં આવ્યો
સુરત જિલ્લાના કામરેજમાં દર વર્ષની પરંપરા મુજબ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ મહાપર્વ કે જેમાં 36 કલાક નિર્જળા વ્રત કરી બહેનોએ છઠ મૈયા ની પૂજા અર્ચના કરવાની પરંપરા છે તાપી ના તટ પર બહેનોએ પૂજા અર્ચના કરી ખૂબ જ આસ્થા સાથે છઠ પર્વ ઉજવાયો હતો
છઠ પર્વ સ્વચ્છતા નું પણ એક મહત્વ છે ત્યારે છઠ મહોત્સવ સમિતિના આયોજકો લવજીભાઈ, મુન્નાભાઈ રાજુભાઈ, મનોજભાઈ છોટે લાલ ભાઈ ,સહિત કાર્યકર્તા બંધુઓએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળ આયોજન કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *