”રાજકોટના લોધિકામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન”


વિશ્વના ૪ર૦૦ ધર્મોમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ચમત્કારોમાં ફસાયેલો માનવી… વિજ્ઞાન જાથા
– ધર્મોના વિકલ્પ તરીકે માનવવાદને સ્વીકારીએ… જયંત પંડયા.
– વાસ્તુ–ફળકથનો દર્શાવતા શાસ્ત્રો અવૈજ્ઞાનિક… જાથા.
– પુર્વજન્મ, પુન:જન્મને વિજ્ઞાનો આધાર નથી.
– ભૂત–પ્નેત, મામો, આસુરી શકિ્, ચુડેલ વિગેરેનું અસ્તિત્વ જ નથી.
– ચમત્કારોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા.
– વિજ્ઞાન જાથાનો ૧૦૦૧૧ મો કાર્યક્રમ સંપન્ન.
અમદાવાદ : રાજકોટ જિલ્લાના લોધિકા ગામમાં શાંતિવન ટ્રસ્ટ, ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોના સહકારથી અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિશ્વના ૪ર૦૦ ધર્મોમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ચમત્કારોમાં ફસાયેલો માનવીને વિજ્ઞાનની તર્ક શક્થિી લેખાજોખા કરવા પડશે. અનુભવે સત્યને પામીને અનુકરણ કરવું પડશે. ગ્રામજનોને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવી જાથાએ દસ હજાર અગિયારમો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ભા.જ.પ. આગેવાન કિશોરભાઈ વસોયા, મુકેશભાઈ કમાણી, યોગેશભાઈ પારખીયા, અશ્વિનભાઈ ઝાલાવડીયા, દિલીપભાઈ મારકણા, ચીનાભાઈ વેકરીયા, કમલેશભાઈ કમાણી, અરવિંદભાઈ હરસોડા, પારસભાઈ શીંગાળા, જીતુભાઈ સાકરીયા, રાજુભાઈ વસોયા, મેહુલભાઈ સાકરીયા, ધવલભાઈ વેકરીયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જાગૃતિ કાર્યક્રમમાં નર્મળિભાઈ મેત્રા, દિનેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ કુંગશીયા, હિતેશભાઈ લોખીલ, સંદિપભાઈ કુંગશીયા, દિપકભાઈ રૈયાણી, વિજયભાઈ રાંક, સુધીરભાઈ સાકરીયા, કેયુરભાઈ કમાણી, કૌશિકભાઈ રૈયાણી, હિતેશભાઈ સાકરીયા, સાવનભાઈ સોરઠીયા, ધ્રુવીશભાઈ કમાણી, કેવલભાઈ કમાણી, દિલીપભાઈ વેકરીયા, વિજયભાઈ પારખીયા, જય વસોયા, કેવલભાઈ હરસોડા, વિવેકભાઈ કંસારા, હિત વસોયા, હેત પારખીયા, જીલ કિશોરભાઈએ જાગૃતિ પત્રિકા, બેનર સહિત લોકસંપર્કમાં જોડાયા હતા.અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ સંબોધતા જણાવ્યું કે આજે વિશ્વમાં નાના–મોટા ૪ર૦૦ ધર્મોમાં આસ્થા ધરાવતા લોકોનો સર્વે થયો છે. વિશ્વના તમામ ધર્મોમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ચમત્કારોની વાતો મુકવામાં આવી છે. ગુરૂનો મહિમા સવિશેષ દર્શાવવામાં આવ્યો હોય છે. શ્રદ્ધાળુ લોકો ધર્મોમાં રચ્યા–પચ્યા રહે, નિયમોનું પાલન કરે, ધર્મ અને ગુરૂ માટે પ્નાણ આપી દેવા સુધીની વાતો ભ્રમિત મુકવામાં આવે છે. શ્રદ્ધાળુ એકવાર ધર્મની ચુંગાલમાંથી ફસાયા પછી બહાર નીકળી ન શકે તે સંબંધી વાતો પોતાના શાસ્ત્ર, પુસ્તકો, પવિત્ર ગ્રંથમાં મુકી વારંવાર દોહરાવી મગજમાં ફીટ કરવામાં આવે છે. તેમાં ધાર્મિક નેતા – લાભપ્નદ વાતો મુકી દળદાળ પુસ્તક બનાવી લોકોના માથા ઉપર મુકે છે. પ્નત્યેક ધર્મના ગ્રંથોને વિજ્ઞાનની ચકાસણીમાં મુકવા જોઈએ. વર્તમાન સમયને સુસંગતને સ્વીકારવી જોઈએ. ધર્મ વગર પણ સારી રીતે જીવી શકાય છે તેના અનેક દાખલાઓ સમજ સમક્ષ છે. વધુમાં પંડયાએ આગવી શૈલીમાં જણાવ્યું કે ધર્મોના વિકલ્પ તરીકે માનવવાદને સ્વીકારવાનો સમય પાકી ગયો છે. જુના પુરાણમાં મોક્ષ કે દિવ્ય મુક્નિા ખ્યાલને બદલે વ્યક્ગિત અને સામાજિક સુખાકારી તથા સામાજીક ન્યાયને પસંદગી આપવી પડશે. વિજ્ઞાન એકમાત્ર એવું ક્ષેત્ર છે જયાં પ્નયોગોથી, તર્કથી કે સિદ્ધાંતોથી જે સાબિત થઈ શકયું છે એમાં કોઈ મતભેદ નથી. જે હજી સાબિત થયું નથી ત્યાં વિજ્ઞાન પોતે નવા વિચારોને આવકારે છે. વિજ્ઞાનથી માનવીને મહત્તમ ફાયદાઓ થયા છે તે સ્વીકારવું પડશે. વ્યસન, કુરિવાજો, પરંપરાઓ, ગેરમાન્યતાઓ, નુકશાનકારક શાસ્ત્રોની ચુંગાલમાંથી લોકોએ સ્વયંભુ બહાર આવવું પડશે. કર્મકાંડ–ક્રિયાકાંડોથી લોકોને અધોગતિ મળી છે. લોકોએ અનુભવે સાચું લાગે તે માનવા જાથાએ ભાર મુકયો હતો. લોકોએ પોતાનો વિકાસ–પ્નગતિમાં ધ્યાન આપવું પડશે. ધર્મ, ઈશ્વર, અલ્લાહ વગર જીવનારા લાખો, કરોડો લોકો સુખપ્નદ જીવન જીવે છે. તેમનામાં સત્યતા, નૈતિકતા, સદાચારણ, રાષ્ટ્રપ્નેમ સવિશેષ જોવા મળે છે. ધર્મના આડંબરમાંથી બહાર આવવું પડશે.
વિશેષમાં પંડયાએ ૩ર વર્ષના અનુભવ, સ્થળ નિરીક્ષણ પછી પુન:જન્મ, પુર્વજન્મ, આત્મા, ભૂત, પ્નેત, મામો, જીન્નાત, ડાકણ–ચુડેલ અસ્તિત્વ સંબંધી ચકાસતા નકારમાં હકિકત સાંપડી છે. ભ્રામક વિચારો, મનની ત્રુટિ કારણભુત છે. જયોતિષ, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, ટેરાશાસ્ત્ર, અંકશાસ્ત્ર, છાયાશાસ્ત્ર, વિગેરે ચકાસણીમાં અવૈજ્ઞાનિક સાબિત થયા છે. અતાર્કિકમાં માનવીની રૂચિ નુકશાનકારક સાબિત થશે. વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરનારા વર્ષો જુના વરતારામાં આગાહીમાં, સૂર્ય–ચંદ્ર ગ્રહણોના ફળકથનોમાં, અપ્નસ્તુત ઘટનામાં શ્રદ્ધા ધરાવે ત્યારે જરૂર આશ્ચર્ય સાથે આઘાત થાય છે. લોકોએ માનસિક દરિદ્રતામાંથી બહાર આવી ભાવી પેઢીને ઉપયોગી સિંચન આપવું જોઈએ. જીનેટીક અને વારસામાંથી પ્નગતિકારક ભેટ આપવી જોઈએ. ચમત્કારિક પ્નયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મલોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, સંમોહન, ધૂણવું, સવારી આવવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું, વિગેરે પ્નયોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. લોધિકા પોલીસ સ્ટાફમાં પી.એસ.આઈ. બી. બી. ચૌહાણ, એ.એસ.આઈ. એચ. આર. જાડેજા, હેડ કોન્સ્ટે. એચ. બી. સોવલીયા, હેડ કોન્સ્ટે. જી. એમ. ધાધલ, હેડ કોન્સ્ટે. જી. કે. કાટોડીયા, હેડ કોન્સ્ટે આર. એમ. ખીંટ, હેડ કોન્સ્ટે. એ. એલ. સોલંકી, પો. કોન્સ્ટે. જીતેન્દ્રભાઈ ગટોરભાઈ, પો. કોન્સ્ટે. ભારતીબેન રાજેન્દ્રસિંહ, પો. કોન્સ્ટે. વિલાસબેન વલ્લભભાઈએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કર્યું હતું. જાથાનો ૧૦૦૧૧ મો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનાઉન્સર ચેતનભાઈ સવાણીએ કર્યું હતું. રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *