




110 આંકલાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢીયાર દ્વારા વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. ઉમેદવારી પત્ર ભર્યાબાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢીયાર, જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી મયુરભાઈ સુથાર, જિલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન, દાહોદ જિલ્લા પ્રભારી શ્રીમતી હંસાકુવરબા રાજ, તાલુકા પ્રમુખ નિરુભા રણા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, શ્રી દિલીપભાઇ પટેલ, શ્રી પદ્યુમ્ન છાસટીયા, પૂર્વ ધારાસભ્ય જાસુભા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

