રાજયમંત્રી અને સાંસદશ્રી દ્વારા અબડાસા મત વિસ્તારનો પ્રવાસ યોજાયો … આજરોજ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ અબડાસા મત વિસ્તારની મુલાકાત લીધી હતી . આ બંને કર્મઠ અને આમ પ્રજાના માનીતા લોકસેવકોની અબડાસા મત વિસ્તારની મુલાકાત થકી સ્થાનિક પ્રજાજનો સહિત કાર્યકરોમાં પણ ઉત્સાહ અને જોશ પુરાયું હતું . શ્રી વાસણભાઈ આહિરે આજ રોજ જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ ખંડોર , કાનજીભાઈ કાપડી સહિતના આગેવાનો સાથે નખત્રાણા તાલુકાના ધામાય , મુરુ , આમારા , ખાંભડી , દેશલપર ( ગું . ) વગેરે ગામોની મુલાકાત લઈ પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું . જયારે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા તાલુકાના બેરુ , વિભાપર , સુખપર , મંગવાણા , જીયાપર સહિતના અનેક ગામોની મુલાકાત લઈ પક્ષની નીતી અને ઉમેદવારની સાચી નિયતથી મતદારોને વાકેફ કર્યા હતા . વિવિધ ગામોની મુલાકાત દરમ્યાન શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે , અબડાસાની ધરતીને પ્રદ્યુમનસિંહના સ્વરૂપમાં સેવાનો સાચો ભેખધારી મળ્યો છે એ અબડાસાના સુવર્ણ યુગની શરૂઆત ગણી શકાય . પ્રદ્યુમનસિંહ જેવા ઉમેદવાર હોય અને સાથે કમળનું પ્રતિક હોય એ બાબત મસાણમાં જમણ અને મા પીરસનાર હોય એવી છે માટે આવી તક અબડાસાવાસીઓને ફરીવાર નહીં મળે . સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરમાં ૩૭૦ નો ઉકેલ અને સી.એ.એ. સહિતના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સ્પર્શતા વિષયો તેમજ ચીન અને પાકિસ્તાન સાથેની વિદેશ નીતિમાં ગજબની કોઠાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિ થકી આ દેશના નાગરિકોનું ગૌરવ અને મનોબળ વધાર્યું છે ત્યારે મોદીજીના વિચારનું વહન કરવા નીકળેલા પ્રદ્યુમનસિંહને ફરી એક વખત અબડાસાના પ્રજાજનો સેવા કરવાનો અવસર આપશે જ એમાં શંકાને કોઈ જ સ્થાન નથી . ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , જનની અને જન્મભૂમિ થી વિશેષ જગતમાં કંઈ જ હોતું નથી . એ ન્યાયે મેં પણ મારું શેશ જીવન અબડાસાના પ્રજાજનોના આન , બાન અને શાન માટે વ્યતીત કરવાનો નિર્ધાર કર્યો છે અને મારા સ્વપ્નને મૂર્તિમંત કરવાના આશયથી જ મે વિકાસ અને રાષ્ટ્રવાદને વરેલા પક્ષ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે . જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ ખંડોર અને કાનજીભાઈ કાપડીએ પણ તેમનું પ્રાસંગીક પ્રવચન આપીને ભાજપની સિધ્ધિઓ અને ઉપલબ્ધિઓ વિશે પ્રજાજનોને અવગત કરી મોદીજી અને રૂપાણી સાહેબના કચ્છ પ્રત્યેના વિશેષ અનુરાગની વાત દોહરાવી અબડાસાની જનતાને પ્રદ્યુમનસિંહને પ્રચંડ સરસાઈથી વિજેતા બનાવવા હાર્દિક અપીલ કરી હતી . વિવિધ ગામોના આગેવાનોમાં વિધાનસભા સીટ ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દેવજીભાઈ વરચંદ , જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ સામતભાઈ મહેશ્વરી , નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરર્સીગાણી , મહામંત્રીઓ હરિસિંહ રાઠોડ અને મહેશભાઈ સોની , જિલ્લા પંચાયત સા.ન્યાય સમિતિ ચેરમેન વસંતભાઈ વાઘેલા , લાલજીભાઈ રામાણી , રવીભાઈ ગરવા , વેલજીભાઈ રબારી , ધીરજભાઈ પટેલ , દાદુભાઈ ચૌહાણ , રણજીતસિંહ જાડેજા , સુરેશભાઈ છાંગા , મોહનભાઈ પટેલ , બાબુભાઈ ધનાણી સહિતના આગેવાનો અને સંગઠનના હોદેદારો , ચુંટાયેલા પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .
દેશમાં ભાજપ,ગુજરાતમાં ભાજપ ચાલો લઇ આવીએ આ વિસ્તારમાં ભાજપ




