ભાજપના વિધાનસભાના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના મુખ્યમંત્રી શ્રી હેમંત બિશ્વા શર્માએ જાહેરસભાને સંબોધી

જથી ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રચારનો પ્રચંડ આરંભ કરી દેવામા આવ્યો છે. કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના મુખ્યમંત્રી શ્રી હેમંત બિશ્વ શર્માએ હાજરી રહી અને કાર્યકર્તાઓ તથા મતદારોમાં એક નવા જ જોમ-જુસ્સાનો સંચાર કરી દીધો  છે.આજ રોજ સવારે ગાંધીધામના પંડિત દીનદલાય હોલ, ગુરૂકુલ ખાતે ભાજપના સ્ટારપ્રચારક હેમંત બિશ્વા શર્મા આવી પહોચ્યા હતા જયા તેઓનુ ઉમળકાભેર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અહી શ્રી શર્માએ જાહેરસભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશ-દુનીયામાં વિકાસના કાર્યો પણ અગ્રેસર છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવાથી મતદારોને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ મળવા પામી રહ્યો છે. શ્રી બિશ્વાએ કહ્યુ કે, અયોધ્યામાં રામમંદિરનુ ભવ્ય નિર્માણ થવા પામી રહ્યુ છે. આગામી ટુંક જ સમયમાં કોમન સિવીલ કોડ પણ આવી રહ્યુ છે. કાશ્મીરમાં સુખ-શાંતી સ્થપાઈ ગઈ છે. આ બધુ જ નરેન્દ્રભાઈ મોદીની દીર્ગદ્રષ્ટીથી જ થવા પામ્યુ છે. આ તબક્કે શ્રી બિશ્વાએ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને પણ આડેહાથ લીધા હતા.શ્રી બીશ્વાએ ગુજરાતના વિકાસ મોડેલની પણ નોધ લઈ અને ગુજરાતનો વિકાસ આજે દેશ-દુનીયામાં વણખાઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબુત બનાવ્યા હોવાનુ કહ્યુ હતુ. શ્રી બિશ્વાએ આ તબક્કે જણાવ્યુ હતુ કે, ગુજરાતની તો આજે દુનીયામાં નોધ લેવાઈ રહી છે એટલે ગુજરાતમાં પરીવર્તન નહી પુનરાવર્તની જરૂર છે અને ગુજરાતની શાણી પ્રજા આ વાત સારી રીતે જાણે છે. આ પહેલા કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખશ્રી વલમજીભાઈ હુંબલે કહ્યુ હતુ કે, કચ્છ-ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવાને માટે આપણે સૌ માલતીબેન મહેશ્વરીને વધુમાં વધુ મતોથી જીતાડીએ તેવી અપીલ શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવી હતી.આજ રોજ આસામના મુખ્યપ્રધાન હિમંત બીશ્વાએ ગાંધીધામમાં જાહેરસભા ગજવી તે વેળાએ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલ, વિધાનસભાના ઈન્ચાર્જ ધવલભાઈ ઠકકર, ધનજીભાઈ હુંબલ, વિકાસભાઈ રાજગોર, માયાભાઈ ગઢવી તથા બાબુભાઈ ગર્ગ રાજસ્થાન, શૈલેષભાઈ પ્રજાપતિ આબુરોડ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, ભરતસિહ જાડેજા, દેવજીભાઈ વરચંદ, ડોક્ટર સુરેશ નાયક, ભરતભાઈ રામાણી, ગાંધીધામ નગરપાલીકા પ્રમુખ, પુનિતભાઈ દુધરેજીયા, સુરેશભાઈ શાહ, વિજયસીહ જાડેજા, નવીનભાઈ ઝરૂ, બળવંતભાઈ ઠકકર, મનોજભાઈ મુલચંદાણી, પંકજ ઠકકર, ધનજીભાઈ હુંબલ, વાઘજીભાઈ છાંગા, ગંભીરસીહ જાડેજા, મહેશભાઈ પુંજ, રામભાઈ માતંગ, દિવ્યાબેન નાથાણી, ચંદ્રીકાબેન દાફડા, મયુરીબેન ઠકકર, રામજીભાઈ ધેડા, ભરતભાઈ રામવાણી, નરેશભાઈ ગુરબાની, પપ્પુભાઈ ધડા, રાજેશભાઈ ભરાડીયા સહિતના ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગાંધીધામ-ભચાઉના ચારે મંડળના પ્રમુખ મંત્રીઓ તથા ભાજપના કાર્યકતાઓ, ગાંધીધામ નગરપાલિકાના સદસ્યો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગાંધીધામ શહેરમાં રહેતા ભાષા ભારતી વિવિધ સમાજો દ્વારા સીએમ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન  મોમાયાભા ગઢવી અને  મહેન્દ્રભાઈ જુનેજા કરી હતી. ગાંધીધામ 5 વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ પરેશ પટેલની યાદીમાં જણાવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *