




મનુભાઈ નાયી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ વિધાનસભા ના ભાજપના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમારે આજે શનિવારે પ્રાંતિજ તાલુકાના તાજપુર .ક્રોધ.પોયડા ઈન્દ્વાજપુર બોબલા સીતવાડા બોરીયા મજરા ક્રોધ સહિતના મતવિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર પ્રવાસ કર્યો હતો. આ તમામે તમામ વિસ્તારોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ઠેર ઠેર ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર નું સ્વાગત કરવામાં આવ્યું હતુ.અને લોકોએ જંગી મતોથી વિજયી બનાવવા માટે વિશ્વાસ આપ્યો હતો. ગજેન્દ્ર સિંહ પરમાર સાથે સંસદસભ્ય દિપસિહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ મહામંત્રી અર્જુનસિંહ મકવાણા તાલુકા પંચાયત ના સદસ્ય પ્રદિપસિંહ રાઠોડ પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.
