













સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પ્રધુમનસિહ ચૌહાણે આજે કોંગ્રેસ ને રામરામ કરી ભાજપનો કેશરીયોખેશ ધારણ કરી દેતાં કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે.સાબરકાઠા જિલ્લાના ઇડર તાલુકાના બુઢેલી ગામના વતની અને વિવિધ સહકારી સંસ્થાઓ ના ચેરમેન અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ એન.એસ.યુ.આઈના પૂર્વ પ્રમુખ પ્રધુમનસિહ ચૌહાણે આજે તેમના અસંખ્ય સમર્થકો અને શુભેચ્છકો સાથે ઈડર વિધાનસભા ના ભાજપના ઉમેદવાર શ્રી રમણલાલ વોરા ના સાનિધ્યમાં કોંગ્રેસ ને છોડી ભાજપમાં જોડાતા ઈડર અને જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે હજુ પણ તેમના સેંકડો શુભેચ્છકો તેમના સાનિધ્યમાં કોંગ્રેસ છોડી ભાજપને સમર્થન આપનાર છે.ઈડર તાલુકાના વાવિધ વિસ્તારોમાં અઢારેય આલમમાં જેમની જબરદસ્ત પક્કડ છે એવા વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપતા આ લોક સેવકે એકાએક કોંગ્રેસ નો છેડો ફાડી ભાજપમાં જોડાતાં સમગ્ર ઈડર તાલુકામાં અને સાબરકાંઠા જિલ્લામાં આ પ્રશ્ન ટોપઓફ વિલેજ બનવા પામ્યો છે અને હવે ભાજપ ના રમણલાલ વોરા નિ વિજયનો માર્ગ મોકલો બ ની ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.. પ્રધુમનસિહ ચૌહાણ સાથે સોલાપુર સરપંચ ભાનગઢ સરપંચ પાસ કન્વીનર જયેશભાઈ પટેલ સત્યજીતસિહ હરેન્દ્રસિહ અને આ વિસ્તારના વિવિધ કાર્કરો યુવાનો સહિત સેંકડો લોકો પ્રધુમનસિહ સાથે કોંગ્રેસ ને છોડી ને ભાજપમાં જોડાઈને ભાજપ ઉમેદવાર રમણલાલ વોરા ના સમર્થન આને પ્રચારમાં જોડાતા ચૂંટણી નો માહોલ બરાબરનો જામ્યો છે
