રાનકુવા હાઈસ્કૂલની કૃતિ નેશનલ સાયન્સ ફેર માં આકર્ષણ નું કેન્દ્ર બની..

રિપોર્ટ ,મયુર પટેલ

આસામના ગુવાહાટી ખાતે 21 થી 27 49 મો રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યમાંથી શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર થઈ બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા દ્વારા એટીએફ ટેકનોલોજી રજુ કૃતિ રજૂ કરવામાં આવી
ગુજરાત રાજ્યની નવસારી જિલ્લાની સ્કૂલની આકૃતિ એ નેશનલ સાયન્સ ફેર માં આકર્ષણનું કેન્દ્ર બની શાળાના વિદ્યાર્થીઓ નિખીલ પટેલ અને ધ્રુવ પટેલ દ્વારા અંગ્રેજીમાં પ્રેઝન્ટેશનથી એનસીઈઆરટી ના પ્રતિનિધિ અને પદાધિકારીઓ ખૂબ જ પ્રભાવિત થયા આસામ રાજ્યના શિક્ષણ મંત્રીએ વિશેષ અભિનંદન પાઠવી ગુજરાતની શિક્ષણ પ્રણાલીની ખુબ સરહના કરી નેશનલ કક્ષાની તૈયારીથી ખૂબ પ્રભાવિત થયા અને ખાસ એક શાળાના આચાર્ય વિજ્ઞાન શિક્ષક તરીકે આવા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા ટીમ સાથે એસ્કોર્ટ ની કામગીરી કરે એની વિશેષ નોંધ લેવામાં આવી
આસામના મીડિયા જગતે પણ લોકલ ન્યુઝ ચેનલ મારફતે શાળાની કૃતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યો સમગ્ર રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ગુજરાત રાજ્યના આ સ્થળ પર સૌથી વધારે ભીડ જોવા મળી યુવાન વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું આ કૃતિએ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે
શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય યોગેશભાઈ માર્ગદર્શક હિરેનભાઈએ વિશેષ અભિનંદન પાઠવ્યા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી ખૂબ આનંદ વ્યક્ત કર્યો મંડળના પદાધિકારીઓ પ્રમુખ મંત્રી દ્વારા તેમજ કારોબારી અને ટ્રસ્ટી સભ્યશ્રીઓએ પણ શાળાની આ સિદ્ધિ બદલ ગૌરવ વ્યક્ત કર્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *