સાબરકાંઠાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારનો વેગવંતો પ્રચાર

મનુભાઈ નાયી
સાબરકાંઠા જિલ્લાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વેગવંતો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને તાલુકાના સેંકડો ગામોમાં વહેલી સવારથી લોક સંપર્ક શરૂ કરવામાં આવી રહ્યો છે અને મોડી સાંજ સુધી પ્રચાર અભિયાન તેજ જાેવા મળી રહ્યું છે. તાલુકાની જનતા ગજેન્દ્રસિંહ પરમારને અપાર પ્રેમ આપી રહી છે અને સન્માન કરી રહી છે અને જેના કારણે મંત્રીને ઘોડે બેસાડી વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે. ગજેન્દ્રસિંહ પરમારની સભાઓમાં સ્વયંભૂ જનતા ઉમટી રહી છે અને જંગી બહુમતિથી જીતાડવા માટે હૂંકાર કરી રહી છે. બંને તાલુકામાં હાલ પ્રચાર અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે અને જેમાં ઉત્સાહભેર લોકો જાેડાઈ રહ્યા છે.
તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર પ્રચાર અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે જેમાં મંગળવારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા રૂટ પ્રમાણે પ્રચાર શરૂ કરાયો હતો. જેમાં માધવગઢ, ઉમેદની મુવાડી, બિલેશ્વરકંપા, હરસોલ (વિઠ્ઠલનગર), પ્રતાપજીના મુવાડા, પડુસણ, સવાપુર, વાવ, જગતપુરા, જગતપુરા કંપા, પીપલીયા, પાસીના મુવાડા અને તાજપુરમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. સવારે ૯ કલાકે શરૂ થયેલું પ્રચાર અભિયાન સાંજે ૪ કલાકે પૂરું થયું હતું. દરેક ગામમાં ગજેન્દ્રસિંહ પરમારને લોકોએ અનોખો આવકાર આપ્યો હતો અને અદકેરુ સ્વાગત પણ કર્યું હતું. ગજેન્દ્રસિંહ પરમારે આ તબક્કે જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમારા આશીર્વાદથી મને ફરી ટિકીટ મળી છે અને આજે હું જે કંઈ પણ છું એ તમારા આશીર્વાદથી છું. તમારો પ્રેમ અને આશિષ ફરીથી મળશે તેવો મને વિશ્વાસ છે અને જંગી બહુમતિથી જીતાડીને એક કમળ ગાંધીનગર મોકલશો. વીતેલા પાંચ વર્ષમાં ક્યારેય પણ જાણે અજાણે કોઈનું મન દુભાવ્યું હોય કે કોઈને દુઃખ થયું હોય તો ધારાસભ્યએ માફી પણ માગી હતી. બંને તાલુકાના ગામડાઓમાં હાલ ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના સમર્થકો અને ટેકેદારો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. દરેક ગામમાં સ્વયંભૂ લોકો ઊમટી રહ્યા છે અને પોતાના પોતીકા નેતાને જંગી લીડથી જીતાડવા માટે આહવાન કરી રહ્યા છે. તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ગજેન્દ્રસિંહ પરમારને ઠેર ઠેર અભૂતપૂર્વ સન્માન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગદગદીત પણ થઈ રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *