





તારીખ 22-11-22 ને મંગળવારના રોજ સુંસી ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથીક ડોક્ટર્સની સેવાનો 50 થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમણે હોમિયોપેથીક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં 10 થી વધુ દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ સુંસી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીશ્રી તેમજ સુંસી ગામના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.
