રાહુલ ગાંધીને પરીણામ ખબર છે એટલે ગુજરાતમાં ડોકાતા નથી – અમિત શાહ


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નડિયાદ ખાતે જાહેરસભા સંબોધી હતી. કોંગ્રેસના રાજમાં વિકાસ નહોતો દેખાતો. હુલ્લડો થતા અને આ હુલ્લડોમાં વોટ બેન્કને મજબૂત કરવાનું કામ કર્યું અને બહું મોટા વર્ગને અન્યાય કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસનું રાજ 2004થી 2014 દિલ્હીમાં ચાલ્યું પરંતુ આ 10 વર્ષમાં ગફલા, ગોટાળાઓ કર્યા. 12 લાખ કરોડના ગોટાળાઓ કર્યા. ગણતા ગણાય નહીં એટલા કૌભાંડો કર્યા છે.

કોંગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નથી અને ભાજપના રાજમાં જણાતા નથી. કોંગ્રેસીયાઓએ તેમના ઘરો રુપિયાથી ભરવાનું કામ કર્યું. ગરીબો માટે કંઈ ના કર્યું. ગરીબોને હટાવવાનું કામ કર્યું, ગરીબ કલ્યાણ માટે ભાજપે કામ કર્યું. 10 કરડો ઘરોમાં સૌચાલય બનાવાયા, 13 કરોડ લોકોના ઘરોમાં સિલીન્ડર પહોંચાડ્યા. 18 હજાર ગામો અને 3 કરોડ 80 લાખ ઘરોમાં આઝાદીના 70 વર્ષ પછી વીજળી પહોંચાડવાનું કામ બીજેપીએ કર્યું છે.

ખેડા એ બક્ષીપંચથી મતદાતાઓથી ભરેલો વિસ્તાર છે. તમારા કોરોનાના બે રસીના ડોઝ લાગી ગયા જેમાં કોઈએ ચાર આના પણ આપવા નથી પડ્યા. 130 કરોડના દેશને 230 કરોડથી વધુના ડોઝ આપવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીને પરીણામ ખબર છે એટલે ગુજરાતમાં ડોકાતા નથી. રાહુલ બાબાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ રસીના લેતા આ મોદી રસી છે પછી રાતના અંધારામાં તેઓ ખુદ રસી લઈ આવ્યા. રોગચાળામાં રાજકારણ ના કરાય. ભાજપની હોય કે કોંગ્રેસની સરકાર તમામ રાજ્યમાં કોરોના રસી પહોંચવાનું કામ કર્યું છે.

કોરોનામાં દુનિયા ભરની ચેન વેર વિખેર થઈ ગઈ હતી. સવા બે વર્ષ સુધી દર વ્યક્તિને અનાજ આપવાનું કામ કર્યું અને ગરીબોનો ચૂલો ચાલું રાખ્યો. કોંગ્રેસીયાઓના સમયમાં આ કામ થયું હોત તો ગરીબોના નામે અનાજ નેપાળના રસ્તે લઈ જવાયું હતું અને ખેડા જિલ્લાના કોંગ્રેસના નેતાઓના ઘરે ચાર બંગડીવાળી ગાડી આવી ગઈ હોત.

સમગ્ર દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. સૌથી વધુ લઘુ ઉદ્યોગો, સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી થયા. ક્યાંય કરફ્યૂ ના નાંખવો પડે એવું કોઈ રાજ્ય બન્યું હોય તો એ ગુજરાત છે. 2002માં કોંગ્રેસીયાએ આદત પાડી હતી એટલે રમખાણ થયા હતા પરંતુ 2002માં એવો પાઠ શીખવ્યો કે, ખોડ ભૂલી ગયા 2002થી 2022 સુધી નામ ના લે, કોમી હુલ્લડ કરનાર સામે કડક પગલા ભરીને અખંડ શાંતિની સ્થાપના કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *