રાનકુવા હાઈસ્કૂલની જે.આર.સી ટીમ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

રિપોર્ટ, મયુર પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક ડિસેમ્બરે આવી રહી છે ચૂંટણી પંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે લોકશાહીના મહાપર્વ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા અને ઉત્સાહ પર્વત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા સંલગ્ન જુનિયર રેડ ક્રોસ નવસારી ના મંત્રી શ્રી જશુભાઈ નાયક દ્વારા માર્ગદર્શિત રાનકૂવા સર્કલ પાસે જુનિયર રેડ ક્રોસ કન્વીનર દિવ્યેશભાઈ ઢીમર શાળાના શિક્ષક નિકુંજભાઈ અને દિગપાલ ભાઈ દ્વારા તેમજ આચાર્યશ્રી દ્વારા મતદાન જાગૃતિ પેમ્પલેટ અને સૂત્રોચારની મદદથી સવારે 11 થી 1 અને બપોરે 4 વાગ્યેથી 5 વાગ્યા સુધી 50 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત જન સમુદાયને મતદાન કરાવવા માટે સૂત્રો ઉચ્ચારથી પ્રેરિત કર્યા
નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રેડ કોર્સના પદાધિકારીઓ દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા શાળા દ્વારા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી જેની નોંધ સમગ્ર ચૂંટણી પંચે પણ લીધી છે જે શાળા માટે ગર્વની વાત છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *