






મતદારો થી બુથ લેવલ ના સજ્જડ આયોજનો નું માર્ગદર્શન આપવામાં આવ્યું..
મનુભાઈ નાયી.
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાવાના હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર વેગવંતો અને આયોજન બધ્ધ રીતે આગળ વધારી દીધો છે. સંગઠન પાંખ દ્વારા પ્રાંતિજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર ને ઐતિહાસિક વિજયી બનાવવા બુથ લેવલ સુધીના અને મતદારો સુધી પહોંચી વધુમાં વધુ મતદાન ભાજપ તરફી થાય એ માટેનાં સજ્જડ આયોજન ની ચર્ચા કરવા સાબરકાંઠા જિલ્લા પંચાયત ની મોયદ બેઠકના ભાજપના કાર્યકરો નું સંમેલન યાત્રાધામ સાંપડ મહાકાલી માતાજી ના મંદિર ખાતેના હોલમાં યોજાયું હતું. મંત્રીશ્રી અને ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રાંતિજ ના સદસ્ય અને યુવા નેતા પ્રદિપસિંહ ઉર્ફે છોટુભા રાઠોડ વિપુલભાઈ શર્મા રણજિતસિંહ રાઠોડ એ.કે.મકવાણા સહિતના આગેવાનો હોદ્દેદારોએ કાર્યકરો ને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી મોયદ બેઠક સહિતના વિસ્તારોમાં પ્રચારમાં જુસ્સા સાથે આગળ વધી ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર ને ઐતિહાસિક જીતથી વિજયી બનાવવા હાકલ કરી હતી.. પ્રારંભમાં વંદેમાતરમ્ થી ચાલુ થયેલી શિસ્તબદ્ધ સભામાં કાર્યકરો નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો..
