





ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર અને પૂર્વ મેયર શ્રીમતી રીટાબેન પટેલે તેમના લોકસંપર્ક રાઉન્ડ અંતર્ગત તા.૩૦ નવેમ્બર, બુધવારે મતક્ષેત્રના ગોકુળપુરા અને સે.૨૦ ખાતે જનસંપર્ક કર્યો હતો જ્યાં ઠેર ઠેર નાગરિકોએ તેમનું સ્વાગત કરીને સમર્થન દર્શાવ્યું હતું. ભાજપા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઇ શાહનું મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણની કામગીરીનું ભાથું તો છે જ તદુપરાંત મેયર તરીકે શ્રીમતી રીટાબેન પટેલે જે પ્રમાણે કાર્ય કર્યા છે અને વિસ્તારની જનતા વચ્ચે પોતાના કામ થકી તેમની આગવી ઓળખ બનાવી છે તે સમગ્ર વિસ્તારના લોકસંપર્ક દરમિયાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. શ્રીમતી રીટાબેન પટેલને જે પ્રમાણે આવકાર મળી રહ્યો છે તે જોતા ભાજપાના ઉમેદવાર તરીકે તેમની ભવ્ય જીત નિશ્ચિત દેખાઈ રહી છે.
