દેશલપરમાં 88 કિશોરીઓની હિમોગ્લોબીન તથા બ્લડ ગ્રૂપ તપાસ કરવામાં આવી

તાજેતરમાં મુંદરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાસપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ દેશલપર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 88 કિશોરીઓની હિમોગ્લોબીન તથા બ્લડ ગ્રુપ તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કાંડાગરાના મેડિકલ ઓફિસર ડો. મહેશચંદ્ર નાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ કેમ્પમાં તંદુરસ્ત જીવન માટે પોષ્ટીક આહાર લેવાની સાથે શાળામાં આપવામાં આવતી લોહતત્વની ગોળી નિયમિત લેવાની સલાહ આપવાની સાથે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પને સફળ બનાવવા સામુદાયિક આરોગ્ય અધિકારી રાજદીપ પરમાર, સુપરવાઈઝર જ્યોતિબેન ગઢવી, આરોગ્ય કર્મચારી અશ્વિન મકવાણા, નાઝનીનબેન સિદી, નેહાબેન સોની, મોનાબેન, દીક્ષિતાબેન તથા ગામની આશા કુસુમબેન લંઘા, હંસાબેન મહેશ્વરી અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *