
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલે પ્રચંડ રેલી સ્વરૂપે મતવિસ્તારના વિવિધ ક્ષેત્રમાં જનતાનું અભિવાદન જીલ્યું.




ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૩ ડિસેમ્બર, શનિવારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા ભવ્ય કેસરિયા બાઇક રેલી યોજાઈ હતી જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલે પ્રચંડ રેલી સ્વરૂપે મતવિસ્તારના વિવિધ ક્ષેત્રમાં જનતાનું અભિવાદન જીલ્યું હતું. આ વિશાળ રેલીનું પ્રસ્થાન ગાયત્રી મંદિર, સે.૧ ખાતેથી થયું હતું અને ક્રમશ: તમામ વિસ્તારમાંથી રેલી પસાર થઈ હતી. આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો, શુભેચ્છકો, સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ સુંદરલાલ પણ જોડાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલને જનતાનો ખૂબ જ ઉમળકાભેર આવકાર મળ્યો હતો, ઠેરઠેર જનતાએ તેમનું સ્વાગત કર્યું હતું તે જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં રીટાબેન પટેલ જનતાના આશીર્વાદથી પ્રચંડ જનાદેશ સાથે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી ગાંધીનગરની વિકાસ યાત્રા આગળ વધારશે.