કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ દ્વારા વિરપુર ખાતે “પિયર નું પાનેતર” લગ્ન સમારોહ નુ આયોજન

  પવિત્ર યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આગામી તારીખ ૧૧ ને રવિવાર ના રોજ પાંચ દીકરીઓ ના “પિયર નું પાનેતર” લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે આ લગ્ન સમારોહ માં ૫ યુગલ પ્રભુતા માં પગલા પાડશે અને સપ્તપદી ના સાતફેરા સાથે ગોર મહારાજ વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ ની સાક્ષીએ ૫ યુગલો સંસાર ચક્ર ના પવિત્ર રથ ને આગળ ખેંચી જવા તમામ પરિસ્થિતિઓ ને પહોંચી વળવા ના સંકલ્પોને સિદ્ધ કરવા સહ જીવન ની કેડીએ ૧૧ તારીખ રવિવાર ના રોજ પગલા ભરશે.

 આ મહાયજ્ઞ ને જીવંત રાખવા ગાડલીયા લુહાર સમાજ તેમજ અન્ય સામાજીક તેમજ રાજકીય મહાનુભાવો પોતાનું અમુલ્ય યોગદાન આપી આ પવિત્ર જોડલા ને સંસાર ની કેડીએ ચલાવવા માટે પ્રેરણા અને આશીર્વાદ આપશે.

 આજના કાળઝાળ મોંઘવારી ના જમાના માં જરૂરિયાતમંદ દિકરીઓ ના બાપ ના ખભેથી ભાર ઉતારવા માટે કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ દ્વારા “પિયર નું પાનેતર” લગ્ન સમારોહ નું આયોજન કરાયું છે.

જેમાં દિકરીઓ ને દાતાઓ તરફથી સેટી,કબાટ, રસોડાની તેમજ અન્ય જીવન જરૂરિયાત કરિયાવર આપવામાં દાતાઓ દ્વારા આપવામાં આવશે

 આ પ્રસંગ ને સફળ બનાવવા માટે કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ ,લાલા પરમાર , પ્રવીણભાઈ રાઠોડ , ભુપતભાઈમેવસા ,નેતાભાઈ રાઠોડ, નવઘણ રાઠોડ, મુનાભાઈ ચૌહાણ, દેવાભાઈ રાઠોડ ,નવઘણ ચૌહાણ, હીરાભાઈ ચૌહાણ, રામજીભાઈ રાઠોડ ,છગનભાઈ ચૌહાણ ,કરણભાઈ મેવસા , અમરસિંહ સોલંકી , ઉદાભાઈ ચૌહાણ સહિત ના નવજાત ગના પ્રસંગ ના મોભીઓ અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

   આ સેવાકીય કાર્ય  માટે મદદ કરવા ઈચ્છતા દાતાઓ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ ને 9898310778 પર ફોન કરવા અનુરોધ કરવામાં આવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *