આહવાના દત્તનગરમાં 31મી દત્તાજયંતીની ઉજવણી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવાના દત્તનગરના દત્તમંદિરમાં 31મી દત્તાજયંતીની ઉજવણી થશે.
ડાંગ જિલ્લાના આહવાનગરમાં આવેલ દત્તનગર ફળિયામાં આવેલ દત્તમંદિરમાં તારીખ 7/12/22ના રોજ દત્તજયંતી નિમિત્તે દત્તઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુરૂચરિત્રનુ પારાયણ, મહારાષ્ટની કિર્તનમંડળીનું કિર્તન થશે. ગામમાં દત્તભિક્ષાઝોળી ફેરવી એકત્ર થયેલ ફાળો, ઘનધાન્યમાંથી ભંડારો યોજાશે. તથા દર વર્ષની જેમ આ વર્ષ પણ આહવાના નગરજનો, ગામે ગામથી, તથા મહારાષ્ટ્રથી આવેલ દત્તભક્તો એક સાથે એક પંગતે મહાપ્રસાદનો લાભ લે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *